દિલ્હીને પગલે ગુજરાતમાં લોકડાઉનના ભણકારા વાગ્યા, આજે મુખ્યમંત્રી લેશે નિર્ણય

દિલ્હીમાં આજથી એક અઠવાડિયાનુ લોકડાઉન (delhi lokdown) લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ હદ કરતા પણ બદતર છે. ત્યારે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે. આવામાં ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ચેમ્બર સાથે બેઠક કરવાના છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીસીસીઆઈ અને રીજનલ ચેમ્બર સાથે લોકડાઉન (gujarat lockdown) ની સ્થિતિ અને જરૂરિયાત અંગે માહિતી મેળવશે.

Updated By: Apr 19, 2021, 04:06 PM IST
દિલ્હીને પગલે ગુજરાતમાં લોકડાઉનના ભણકારા વાગ્યા, આજે મુખ્યમંત્રી લેશે નિર્ણય

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હીમાં આજથી એક અઠવાડિયાનુ લોકડાઉન (delhi lokdown) લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ હદ કરતા પણ બદતર છે. ત્યારે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે. આવામાં ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ચેમ્બર સાથે બેઠક કરવાના છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીસીસીઆઈ અને રીજનલ ચેમ્બર સાથે લોકડાઉન (gujarat lockdown) ની સ્થિતિ અને જરૂરિયાત અંગે માહિતી મેળવશે.

ગુજરાત સરકાર લોકડાઉનની તરફેણમાં નથી - સૂત્ર
જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત સરકાર હાલ લોકડાઉનની તરફેણમાં નથી. રાજ્યમાં જો લોકડાઉન લાગે તો પરિસ્થિતિ વધુ કથળી શકે છે. જેથી સરકાર અઠવાડિયાનું કે તેનાથી વધુ દિવસોનુ લોકડાઉન લગાવવાની તરફેણમાં નથી. પરંતુ નિયમોને વધુ કડક બનાવવાના પ્લાનિંગમાં છે. કોરોનાની સ્થિતિ જોતા નિયમોને કડક બનાવવા વધુ જરૂરી છે. પરંતુ જો કેન્દ્ર સ્તરથી લોકડાઉનનો નિર્ણય લેવાય તો ગુજરાત સરકાર પણ લોકડાઉનનો નિર્ણય લેશે. પરંતુ હાલ પૂરતુ સરકાર રાજ્યમાં લોકડાઉન નહિ લગાવે. 

દિલ્હી સરકારના લોકડાઉનના નિર્ણય બાદ ગુજરાતમાં પણ લોકડાઉનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં લોકડાઉનની જરૂરિયાત અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક લોકો સપ્તાહ માટેના સંપૂર્ણ લોકડાઉનના સમર્થનમાં છે. તો કેટલાક લોકો સ્વયંભુ લોકડાઉનને જ સારો વિકલ્પ માની રહ્યા છે. 

કોરોનાની ચેઈન તોડવા ગુજરાતમાં લોકડાઉન કેટલુ જરૂરી 
મુખ્યમંત્રી સાથે રાજકોટ, ભૂજ, જામનગર સહિતના રીજનલ ચેમ્બર પણ બેઠકમાં જોડાશે. કોવિડના કપરા કાળમાં ઈન્ડસ્ટ્રીઝ કઇ રીતે સરકારને મદદરૂપ થઇ શકે તેના પર પણ ચર્ચા થશે. સાથે જ કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન યોગ્ય વિકલ્પ છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે. 

લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા 
ગુજરાતમાં અનેક જિલ્લા, શહેરો અને ગામડા સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી ચૂક્યા છે. બે દિવસથી 10 દિવસનુ લોકડાઉન અપનાવવામાં આવી રહ્યુ છે. જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય. રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. વિવિધ વિસ્તારોમાં સમયમર્યાદા સાથેનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયુ છે. અમદાવાદના રાણીપ-સાબરમતી વિસ્તારમાં 30 એપ્રિલ સુધી બપોરે 3 બાદ લોકડાઉન પાળવામાં આવશે. 

તો બીજી તરફ, ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એક અઠવાડિયા ઓફિસ બંધ રાખવા અપીલ કરી છે. ટાફી ગુજરાત દ્વારા ટ્રાવેલ ટ્રેડ પરિવારના તમામ મેમ્બર્સને 30 એપ્રિલ સુધી ઓફિસ બંધ રાખવા વિનંતી કરાઈ છે. કોરોનાથી બચવા માટે સ્વયં જાગૃત થઈ ઓફિસોમાં એકાદ અઠવાડિયા માટે રજાઓ જાહેર કરવા અપીલ કરાઈ છે. સ્વંય તથા આપણા સ્ટાફનું પણ જોખમ ઘટાડવા 30 એપ્રિલ સુધી રજાઓ જાહેર કરવા વિનંતી કરી છે. બીજા બધા જ એસોસિયેશનને પણ આ અપીલમાં જોડાઈ જવા માટે વિનંતી કરી છે.