ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો! અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઇશ્યુ કર્યું સમન્સ, જાણો કેમ?
પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલે સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં સ્થળ પર પહોંચે તે પહેલાં હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધાયો હતો.
Trending Photos
Hardik Patel: પાટીદાર આંદોલન નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યો છે. ગઈ વખતે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. પરંતુ હવે કોર્ટમાં હાજર રહેવા હાર્દિક પટેલને કોર્ટનું સમન્સ મોકલવામાં આવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી. જેમાં 100થી વધુ પેજની ચાર્જશીટ અને 10 થી વધુ સાક્ષીઓનો સમાવેશ થાય છે.
પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલે સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં સ્થળ પર પહોંચે તે પહેલાં હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધાયો હતો. નિકોલ આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ હાર્દિક પટેલની અટકાયત કરાઈ હતી.
વર્ષ 2018માં 25 ઓગસ્ટે પોલીસ સાથે ગેરવર્તુકની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગીતા પટેલ ,કિરણ પટેલે સહિત સામે ગુનો નોંધાયો હતો. આ મામલે ગત મુદતમાં ગ્રામ્ય કોર્ટેમાં હાર્દિક પટેલ હાજર ન રહી મેડિકલ રિપોર્ટ રજૂ કર્યા હતા. જેને લઈ કોર્ટે ટકોર કરી હતી અને હાર્દિકને હાજર રહેવા માટે જણાવ્યું હતું.
ક્યા કેસમાં હાર્દિક પટેલને સમન્સ
મહત્વનું છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલે સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હતી. આ ઘટનામાં સ્થળ પર પહોંચે તે પહેલાં હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધાયો હતો. નિકોલ આમરણાંત ઉપવાસ પર બેસી વિરોધ કરવા જાય તે પહેલા જ હાર્દિક સહિતનાની અટકાયત કરાઈ હતી. વર્ષ 2018માં 25 ઓગસ્ટે પોલીસ સાથે ગેરવર્તુકની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ગીતા પટેલ, કિરણ પટેલે સહિત સામે ગુનો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે વિરમગામ બેઠક પરથી 51555 મતથી જીત થઇ હતી. બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ હતી. વિરમગામ ગામ બેઠક પર 3 બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. પરંતુ વર્ષ 2022માં તે જોવા મળ્યો નહોતો. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. જ્યારે 2022માં ભાજપના હાર્દિક પટેલે બાજી મારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે