3 મહિનાની માસૂમ 'ખુશી' ને રઝળતી મુકવાનો માવતરનો જીવ કેમ ચાલ્યો હશે? એવો હસતો ચહેરો કે....

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી હતી. આ ઘટના ઝી24કલાકના ધ્યાન પર આવતા અમે અમારી સમાજિક જવાબદારી નિભાવી. સમાજ અને સરકારને આ ઘટના અંગે ધ્યાન દોરીને અમે આ માસુમને પુરતી સુરક્ષા મને સારવાર મળી રહે તેવા પ્રયાસો કર્યાં.

3 મહિનાની માસૂમ 'ખુશી' ને રઝળતી મુકવાનો માવતરનો જીવ કેમ ચાલ્યો હશે? એવો હસતો ચહેરો કે....

હિતેલ પારેખ, ગાંધીનગરઃ સમાજમાં અનેકવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેને કારણે માનવતા શર્મસાર થઈ જાય છે. એવી ઘટનાઓ જેને કારણે સમાજજીવનને પણ લાંચ્છન લાગે છે. કંઈક આવી જ ઘટના આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં સામે આવી. જ્યાં એક 3 મહિનાના બાળકને કોઈ ત્યજીને જતું રહ્યું હતું. ફૂલ જેવું કોમળ બાળક આવી રીતે ત્યજતી વખતે તેની જનેતા અને તેના પિતાનો જીવ કેવી રીતે ચાલ્યો હશે એ એક મોટો સવાલ છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી હતી. આ ઘટના ઝી24કલાકના ધ્યાન પર આવતા અમે અમારી સમાજિક જવાબદારી નિભાવી. સમાજ અને સરકારને આ ઘટના અંગે ધ્યાન દોરીને અમે આ માસુમને પુરતી સુરક્ષા મને સારવાર મળી રહે તેવા પ્રયાસો કર્યાં. અમે આ બાળકીને ખુશી નામ આવ્યું છે. ખુશીની ખુશી માટે અમે સમાજને આ સમાચાર દર્શાવીને સમાજ જીવનનો આઈનો બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છેકે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામ નજીકથી આજે એક માસૂમ બાળકી મળી આવી હતી. આ બાળકીની ઉંમર અંદાજે 3 મહિનાની જ છે. 3 મહિનાની માસૂમ બાળકી બિનવારસી હાલતમાં મળી આવી. ઘુમાસણ ગામમાં બ્રિજ નીચેથી આ બાળકી મળી આવી હતી. હાલ આ બાળકીને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ જવાઈ છે. બાળકી ICU વોર્ડમાં ખસેડાઇ.. હાલ સ્વસ્થ્ય સ્થિતિમાં ડોકટરોની નજર હેઠળ તમામ ટેસ્ટ થઈ રહ્યા છે.. હાલની સ્થિતિએ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. પ્રાથમિક તપાસ બાદ ખુશીને ICU વોર્ડમાં ખસેડવામાં આવી છે. જ્યાં ડૉક્ટરોની દેખરેખમાં ખુશીના તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news