ઘરનું ઘર ગુજરાતીઓ માટે સપનું બની રહેશે : સરકારે આપ્યો બીજો ઝટકો, નોકરિયાતો ભરાઈ ગયા

૨૦૨૨માં સતત પાંચ વખત વ્યાજ દર વધાર્યા બાદ એમપીસીએ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરવા નિર્ણય કર્યો છે. એમપીસીના ૬ સભ્યમાંથી ૪ સભ્યએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટ  વધારવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

ઘરનું ઘર ગુજરાતીઓ માટે સપનું બની રહેશે : સરકારે આપ્યો બીજો ઝટકો, નોકરિયાતો ભરાઈ ગયા

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતીઓ માટે હવે નવું મકાન એ સપનં બનીને રહી જશે. એકબાજુ જંત્રીના ભાવમાં ડબલ વધારો થયો છે બીજી તરફ હોમલોનના વ્યાજદર સતત વધતા જાય છે. મોટાભાગના લોકો હોમલોન પર જ મકાન લેતા હોય છે. RBI સતત રેપોરેટ વધારી રહી છે. હાલમાં મંદીની મૌસમ છે. લોકોની નોકરી જઈ રહી છે અને હપતાની રકમ સતત વધી રહી છે. આ સ્થિતિમાં કોમનમેનનો તો મરો થયો છે. જંત્રીના ભાવ વધતાં હવે મકાનના ભાવ પણ વધવાની સંભાવના છે. જેમને દસ્તાવેજ નથી કરાવ્યો એ તમામના દસ્તાવેજની રકમમાં વધારો થયો છે. ગુજરાતમાં સતત વધતા જતા મકાનોના ભાવોને પગલે આમ પ્રજા માટે હાલમાં ઘરનું ઘર લેવું એ દોહ્યલું સાબિત થશે, સરકાર જંત્રી ઘટાડવાના બિલકૂલ મૂડમાં નથી. બિલ્ડરો આત્યારસુધી મનફાવે તેમ વ્હાઈટ અને બ્લેક મની લેતા હતા. હવે આ બાબત પર અંકુશ આવશે. સૌથી મોટો ફટકો તો બિલ્ડરનો પડ્યો છે.

રેપો રેટ વધતા હોમ સહિતની રિટેલ લોન્સના દરમાં વધારો થવાની પણ શકયતા છે.  ફુગાવાનું પ્રમાણ ઊંચુ રહેવાની ધારણાંને જોતા આગળ જતા વ્યાજ દરમાં વધારો ચાલુ રહેવાના સંકેત મળી રહ્યા છે.  સોમવારથી અહીં શરૂ થયેલી એમપીસીની ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટ વધારો કરાયો હતો. ૨૦૨૨માં સતત પાંચ વખત વ્યાજ દર વધાર્યા બાદ એમપીસીએ ફરી એક વખત વ્યાજ દરમાં વધારો કરવા નિર્ણય કર્યો છે. એમપીસીના ૬ સભ્યમાંથી ૪ સભ્યએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટ  વધારવાની તરફેણમાં મતદાન કર્યું હતું. ગયા વર્ષના મેથી અત્યારસુધીમાં વ્યાજ દરમાં અઢી ટકા વધારો કરાયો છે. રિઝર્વ બેન્ક ફુગાવાને નીચો લાવવા વ્યાજ દર વધારી રહી છે. ૬.૫૦ ટકાનો દર ફેબુ્રઆરી ૨૦૧૯ બાદની ઊંચી સપાટીએ છે.  

ડિસેમ્બરની બેઠકમાં એમપીસીએ રેપો રેટમાં ૩૫ બેઝિસ પોઈન્ટ જ્યારે તે પહેલાની ત્રણ બેઠકમાં દરેકમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો.  ૨૦૨૨ના મેની બેઠકમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં અપેક્ષા પ્રમાણે ૨૫ બેઝિસ પોઇન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫૦ ટકા કર્યો છે.  RBI એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર રેપો રેટમાં વધારો કર્યો છે. 8 ફેબ્રુઆરી 2023ના રેપો રેટમાં ફરી 0.25 ટકાનો વધારો થયો છે. ગત વર્ષ 2022ના  મે મહિનાથી અત્યારસુધીમાં 2.10 ટકાનો વધારો થયો છે.  મે 2022માં રેપો રેટ 4.40 ટકા હતો તે લગભગ 10 મહિના બાદ એટલે કે, ફેબ્રુઆરી 2023માં 6.50 ટકા સુધી પહોંચી ગયો છે ત્યારે રેપો રેટ વધવાથી શું અસર થશે અહીં જોઈ લો.

સૌથી પહેલા તો રેપો રેટ શું છે તે જાણવું જરૂરી છે. આ એક એવો રેટ છે કે, જે રેટ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, વ્યાવસાયિક બેન્કો જેમ કે, SBI, ICICI, HDFC, PNB જેવી તમામ બેંકોને પૈસા આપે છે.. એટલે કે, આ તમામ બેન્કો પોતાના ગ્રાહકોને પૈસા આપવા માટે RBI પાસેથી લોન લે છે.  રેપો રેટનો મતલબ રિપર્પઝ એગ્રીમેન્ટ યા રિપપર્ઝ ઓપ્શન થાય છે. મહત્વની વાત એ છે કે, કેન્દ્રીય બેન્ક મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રેપો રેટનો ઉપયોગ કરતી હોય છે...

તો સૌથી મહત્વની વાત એ છે કે, રેપો રેટ વધ ઘટની સીધી અસર તમારા હોમલોનના EMI પર થશે. જો રેપો રેટ વધે તો માત્ર હોમ લોન જ નહી. પર્સનલ લોન, બિઝનેસ લોન, કાર લોન જેવી તમામ લોનના વ્યાજદર પર રેપો રેટના વધારાની અસર પડે છે. એટલે કે, જો રેપો રેટ વધ્યો તો સમજી લો કે, વ્યાજર દર વધ્યો.. અને જો રેપો રેટ ઘટ્યો તો લોનનો વ્યાજ દર ઘટ્યોછે. આજે વધેલા રેપો રેટ બાદ એ વાત નિશ્ચિત છે કે, હોમ લોનના વ્યાજ દર લગભગ 9 ટકા સુધી પહોંચી જશે. જો તમે પણ હોમ લોન લીધી છે તો, તેના EMI પર અસર થશે. એવું થઇ શકે કે, તમારું EMI ન વધે પરંતુ જ્યારે તમે હોમ લોનની ડિટેલ માંગશો તો તેમા દેખાશે કે, EMI એટલું જ છે પરંતુ તમારી પ્રિંસિપલ એમાઉન્ટ ઓછી થઇ હશે. એનો સીધો મતલબ એવો કે, હોમ લોન ચુકવવાના સમયગાળામાં વધારો થયો છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news