માછીમારો સાવધાન! પાકિસ્તાન જળસીમામાં પકડાશો તો હવે પાંચ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખશે

નોંધનીય છે કે જખૌ તરફથી આપવામાં આવેલા આઇએમબીએલ નજીક ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી નથી. તે માત્ર નો-ફિશીંગ ઝોન છે તેમ છતાં જાગૃત્તિના અભાવે માછીમારો અજાણતાથી આઇએમબીએલ પાર કરે છે અને પાકિસ્તાન મરીન સિક્યોરિટી તેમને પકડી લે છે.

માછીમારો સાવધાન! પાકિસ્તાન જળસીમામાં પકડાશો તો હવે પાંચ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના માછીમારો સાવધાન! માછીમારી કરતી વખતે જો હવે ભૂલથી પણ દરિયાળી સીમા ઓળંગાઈ અને પાકિસ્તાનમાં પહોંચી ગયા તો ભરાઈ જશો. અવળચંડા પાકિસ્તાને હવે માછીમારેને પ્રતાડિત કરવા નવો કાયદો બનાવ્યો છે. હવે જો તમે ભૂલથી પણ પાકિસ્તાનની દરિયાળી સીમામાં પહોંચી ગયા તો એ લોકો તમને પાકિસ્તાનની જેલમાં પાંચ વર્ષ સુધી ગોંધી રાખશે. હાલ પાકિસ્તાનમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. જેમાં બદલાવ થઈ રહ્યો છે.

ગુજરાતના માછીમારો માટે વધુ સતર્ક રહેવાનો સમય આવી ગયો છે, કેમ કે તે જો તેમને ગુજરાત પાકિસ્તાનની જળ સરહદમાં પ્રવેશ કરશે તો તેમને પાંચ વર્ષની જેલની સજા થશે. એટલું જ નહીં તેમની હોડી પણ જપ્ત કરી લેવામાં આવશે. એટલેકે, ગુજરાતના માછીમારોને સમુદ્રમાં સલામત સ્થળ સુધી જ જવાનું રહેશે.

મેરીટાઈમ ઝોન બિલ અને PMZ એક્ટ 2003 ટૂંક સમયમાં બનશે અમલી:
પાકિસ્તાન મેંટીટાઇમ ઝોન પોતે જ ગેરકાયદેસર ફિશિંગઝોનમાં આવી જઇને અપહરણ કરતી હોય છે. ઉલ્લેખનીય છેકે, હાલમાં પાકિસ્તાનમાં આશરે 1200 જેટલી ભારતીય બોટ છે. જેમાં 950 જેટલી બોટ પોરબંદરની છે. હાલ પાકિસ્તાની જેલમાં 267 ભારતીય માછીમારો કેદ છે. 

નોંધનીય છે કે જખૌ તરફથી આપવામાં આવેલા આઇએમબીએલ નજીક ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી નથી. તે માત્ર નો-ફિશીંગ ઝોન છે તેમ છતાં જાગૃત્તિના અભાવે માછીમારો અજાણતાથી આઇએમબીએલ પાર કરે છે અને પાકિસ્તાન મરીન સિક્યોરિટી તેમને પકડી લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news