સ્કૂલ-કોલેજ, બસ સ્ટેન્ડે મુકાશે બોક્સ, કોઈ હેરાન કરે તો દબાવો લાલ બટન! તરત પહોંચશે પોલીસ

‘તમને જાહેર રોડ પર રોમિયો, ચોર- લૂંટારા કે ગુંડાઓ હેરાન કરે તો રસ્તા પર જોવા મળતા ઈમર્જન્સી બોક્સનું લાલ બટન દબાવો, પોલીસ તમારી પાસે પહોંચી જશે'

સ્કૂલ-કોલેજ, બસ સ્ટેન્ડે મુકાશે બોક્સ, કોઈ હેરાન કરે તો દબાવો લાલ બટન! તરત પહોંચશે પોલીસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને એકલદોલક ફરતા યગલો, પ્રેમી પંખિયાઓ અને એકલી યુવતી કે મહિલાઓને બનાવવામાં આવે છે ટાર્ગેટ. રસ્તે રખડતાં રોમિયો, ચોર, લૂંટારુંઓ અને બદ ઈરાદો રાખીને બેઠેલાં હવસખોરો પર સકંજો કસવા માટે પોલીસ અને સુરક્ષા વિભાગે નવો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ખાસ કરીને અમદાવાદ શહેરમાં હાઈ સિક્યોરિટી પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. જે સ્થળો પર પબ્લિક અને યુગલોની અવરજવર વધારે હોય અને તેવા સ્થળોએ ખાસ કરીને શાળા-કોલેજો, બસ સ્ટેન્ડ અને બજારોમાં 82 બોક્સ લગાવાયા છે.

લાલ બટન દબાવતા જ થઈ જશે વીડિયો ફરિયાદઃ
લાલ બટન દબાવતા જ વીડિયો કોલ પર કંટ્રોલ રૂમમાં ફરિયાદ લેવાશે અને પોલીસ એક્શન મોડમાં આવી જશે. હાલ અમદાવાદમાં આ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી રહી છે. ધીરે ધીરે આખા ગુજરાતમાં આ પ્રોજેક્ટ અમલી બની શકે છે. ઉલ્લ્ખેનીય છેકે, ક્રાઈમ રેટ વધુ હોય તેવા વિસ્તારોમાં કોલ બોક્સ લગાવવામાં આવ્યાં છે. ખાસ કરીને અમદાવાદના લો ગાર્ડન જેવા માર્કેટોમાં સિસ્ટમ લગાવાશે. રોડ પર તકલીફમાં મુકાયા હોવ તો ઈમર્જન્સી કોલ બોક્સનું લાલ બટન દબાવો, પોલીસ તુરંત આવશે.

‘તમને જાહેર રોડ પર રોમિયો, ચોર- લૂંટારા કે ગુંડાઓ હેરાન કરે તો રસ્તા પર જોવા મળતા ઈમર્જન્સી બોક્સનું લાલ બટન દબાવો, પોલીસ તમારી પાસે પહોંચી જશે' શહેર પોલીસે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા માટે શાળા-કોલેજો, બસ સ્ટેન્ડ અને બજારોમાં ૮૨ જેટલા ઈમર્જન્સી કોલ બોક્સ લગાવ્યા છે. શહેરીજનોની મદદ માટે આવા બીજા ૧૨૦થી વધુ કોલ બોક્સ લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ બોક્સમાં લાગેલું લાલ બટન દબાવવાથી સીધો જ પોલીસ કંટ્રોલરૂમમાં તમારો વીડિયો કોલ જશે અને ફરિયાદ લેવામાં આવશે. આ દરમિયાનમાં નજીકના પોલીસ સ્ટેશનની જાણ કરી જે તે વ્યક્તિની મદદ માટે પોલીસ મોકલવામાં આવશે. અમદાવાદ શહેરમાં આવા ૨૦૫ જેટલા ઈમર્જન્સી કોલ બોક્સ લગાવવાની યોજના ચાલી રહ્યાનું સિનિયર આઈપીએસ અધિકારીઓ જણાવી રહ્યા છે. 

મહિલા સુરક્ષા માટે કરાઈ ખાસ વ્યવસ્થાઃ 
અમદાવાદ સ્પેશિયલ બાંચના જોઈન્ટ પોલીસ કમિશનએ જણાવ્યું હતું કે, ‘મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ અંર્તગત ૨૦૫ જેટલા ઈમર્જન્સી કોલ બોક્સ લગાવવાની યોજના છે. ખાસ કરી શાળા-કોલેજો, બસ સ્ટેન્ડ, સંવેદનશીલ વિસ્તાર અને માર્કેટ (ભીડભાડ રહેતી હોય તેવી જગ્યા)માં આ કોલ બોક્સ લગાવવાનો નિર્ણય લેવાયો છે. ભોગ બનનાર વ્યક્તિએ કોલ ખોક્સમાં લાગેલું લાલ બટન દબાવવાનું રહેરો. આ બટન દબાવતા જે તે વ્યક્તિનો વીડિયો કોલ કંટ્રોલરૂમમાં લાગશે અને તુરંત જ તેઓ પાસેથી વિગતો જાણીને સ્થાનિક પોલીસને સ્થળ પર પહોંચવા સૂચના અપાશે.

ક્યાં-ક્યાં લગાવાયા કોલ બોક્સ?
જે વિસ્તારોમાં કાઇમ રેટ વધુ હોય તેવા તેમજ સંદવેનશીલ ગણાતા હોય તેવા વિસ્તારોમાં મોટા પાયે ઈમર્જન્સી કોલ બોક્સ વધુ સંખ્યામાં લગાવવામાં આવ્યા છે. પોલીસની મદદ માંગનાર વ્યક્તિને કંટ્રોલરૂમનો ફોન વ્યસ્ત આવતો હોવાની વગેરે સમસ્યાનો ભોગ ના બનવું પડે તેવું આયોજન કરાયું છે.

લો ગાર્ડન જેવા માર્કેટોમાં સિસ્ટમ લગાવાશે:
શહેરમાં ભીડભાડ રહેતી હોય તેવા લો ગાર્ડન સહિતના માર્કેટોમાં આ સિસ્ટમ લગાવવાની યોજના પોલીસે બનાવી છે. ભીડભાડવાળા બજારોમાં ચોર, લૂંટારા સક્રીય રહીને લોકોના પર્સ તેમજ સોનાના દાગીના લૂંટી ફરાર થઈ જતા હોવાનો અનેક બનાવો બને છે. આ ઉપરાંત મહિલાઓ, યુવતીઓની છેડતીના બનાવો પણ બજારોમાં બનતા હોવાના અનેક બનાવો બન્યા છે. જે બાબતોને ધ્યાને લઈને ભીડભાડવાળી જગ્યાઓને પસંદ કરવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news