કોલેજ News

અમદાવાદ: દિવાળી બાદ તબક્કાવાર શરૂ થશે શૈક્ષણિક કાર્ય, SOP બનાવવાની કામગીરી શરૂ
કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ થઇ ચુક્યું છે. જો કે ગુજરાત સરકાર હવે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ છે. જેના કારણે શિક્ષણ વિભાગે દિવાળી બાદ કોલેજો અને ધોરણ 9થી 12 શરૂ કરવા અંગેની ચર્ચા કરવા માટે તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોવિડ 19 માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે. જેને જોતા દિવાળી બાદ તુરંત જ કોલેજો શરૂ થાય તેવી શક્યતાઓ છે. કોલેજો બાદ તબક્કાવાર શાળાઓના વિવિધ વિભાગો પણ શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમીક, ત્યાર બાદ માધ્યમીક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. 
Nov 5,2020, 20:06 PM IST
ખાનગી કોલેજમાં ડોન તરીકે રોફ જમાવવા માટે અપહરણ કર્યું, હવે જેલની હવા ખાશે
ખાનગી કોલેજમાં ડોન બનવા અને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક વિદ્યાર્થીનું અપહરણ કરી માર મારી તેને લૂંટી લેનાર એક શખ્સ ઝડપાયો. સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી યુવકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો. આ શખ્સનું નામ સુધીર દેસાઇ છે. આરોપી પોતે કોઇ કામધંધો તો નથી કરતો પણ તે કોઇને કોઇ કોલેજ બહાર બેસીને લોકો પાસે હપ્તા ઉઘરાવતો હતો. સાલ કોલેજની બહાર પણ તે બેઠો હતો અને એક વિદ્યાર્થીની સાથે તેણે નાણાં માંગ્યા હતા. નાણા નહી આપતા તેનું અપહરણ કર્યું અને અન્ય લુખ્ખા તત્વો સાથે મળી વિદ્યાર્થીને ઢોર માર મારી લૂંટી લીધો હતો. આખરે પોલીસને જાણ થતાં જ આરોપી સુધીરની ધરપકડ કરાઇ અને અન્ય શખ્સોની શોધખોળ પોલીસે હાથ ધરી.
Jan 4,2020, 18:01 PM IST

Trending news