ભૂલથી પણ ના લેતા ગુજરાતના આ સ્થળોની મુલાકાત, કાચાપોચાના તો બેસી જશે છાતીના પાટીયા

Haunted Place: ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા.

ભૂલથી પણ ના લેતા ગુજરાતના આ સ્થળોની મુલાકાત, કાચાપોચાના તો બેસી જશે છાતીના પાટીયા

Haunted Place: દેશદુનિયામાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે. એનું લિસ્ટ પણ લાંબુલચક છે. દરેક શહેર-ગામમાં ફરવાલાયક સ્થળો હોય છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ હોય છે, જેના નામ માત્રથી લોકો થરથર કાંપતા હોય છે. જે હોન્ટેડ પ્લેસ, ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યાં છે. આવા સ્થળોમાં ગુજરાતના પણ કેટલાક સ્થળો છે. ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળો છે. જ્યાં જતા પહેલા લોકો સો વાર વિચારે છે. આજે જાણી લો આ નજોવાલાયક સ્થળો વિશે...

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે.  આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે. 

ભૂતિયા સ્થળમાં અમદાવાદના સિગ્નેચર ફાર્મનું નામ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે. 

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જોકે, આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.   

(Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી કોઈપણ જાણકારી/સામગ્રીમાં વિશ્નનિયતાની ગેરન્ટી નથી. અમારો ઉદ્દેશ્ય ફક્ત સૂચના પહોંચાડવાનો છે, તેને માત્ર એક સૂચના તરીકે લેવામાં આવે.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news