New Rules: બદલાઈ ગયા નિયમો! હવે સ્કૂલોએ પ્રવાસ જવા ફરજિયાત લેવી પડશે DEO ની મંજૂરી
School Picnic New Rules: વડોદરામાં થયેલાં બોટકાંડ બાદ શિક્ષણ વિભાગ સાબદુ જાગ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના જીવને કોઈ જોખમ ન થાય તે માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકો અને સ્કૂલો બન્નેએ આ નિયમો ખાસ જાણવાની જરૂર છે.
Trending Photos
School Picnic New Rules: વડોદરામાં હાલમાં જ સ્કૂલ દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં વિદ્યાર્થીઓને બોટમાં બેસાડીને બોટિંગ કરાવાયું હતું. જોકે, બોટની ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બોટમાં બેસાડવાને કારણે બોટ પાણીમાં પલટી ગઈ અને અનેક વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ પણ આ ઘટનામાં પાણીમાં ડૂબવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં આવી રાઈડ્સ અને બોટિંગવાળાને ત્યાં તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. એ જ પંક્તિમાં હવે સ્કૂલ પ્રવાસ માટે પણ મોટો નિર્ણય લેવાયો છે.
ખાસ કરીને કોઈપણ સ્થળે વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ જવા માટે સ્કૂલોએ ફરજિયાત પણે DEO એટલેકે જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેવી પડશે. આ નિર્ણય અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદના ડીઈઓએ શાળા પ્રવાસ અંગે નવા નિયમોનું લીસ્ટ પણ સ્કૂલોને મોકલી આપ્યું છે. પહેલાં સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે માત્ર પ્રવાસ સ્થળ જણાવી વાહનનું રજિસ્ટ્રેશનવ કરાવવું પડતું હતું. જોકે, હવે આટલું પુરતુ નહીં રહે. હવે નવા નિયમો વધારે કડક છે. જેના માટે નવા 27 નિયમો જાહેર કરાયા છે.
ખાસ કરીને જો કોઈપણ સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વિના પ્રવાસનું આયોજન કર્યું હશે તો તેવી શાળાઓ અને તેના સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પહેલાં સ્કૂલ પ્રવાસ માટે માત્ર 14 જેટલાં નિયમોનું જ પાલન કરવું પડતું હતું. હવે તેમાં વધારો કરીને કુલ 27 નિયમો સ્કૂલ પ્રવાસ માટે ફરજિયાત કરી દેવાયા છે. જેનું લીસ્ટ ડીઈઓ દ્વારા દરેક સ્કૂલોને મોકલવામાં આવ્યું છે.
પ્રવાસ માટે આ મુખ્ય નિયમોનું પાલન કરવાનું રહેશે-
1) 20 વિદ્યાર્થીએ 1 શિક્ષક, 15 વિદ્યાર્થિનીએ 1મહિલા શિક્ષિકા જરૂરી.
2) શૈક્ષણિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ જ પ્રવાસ લઇ જવાનો રહેશે
3) પ્રવાસ બાદ તમામ ખર્ચની વિગત નોટિસ બોર્ડ પર મુકવી ફરજિયાત
4) જોખમી સ્થળોની પ્રવાસ માટે મંજૂરી મળશે નહીં
5) રાત્રી દરમિયાન કોઇપણ સંજોગોમાં મુસાફરી નહીં થઇ શકે
6) પ્રવાસ દરમિયાન શુદ્ધ પાણી અને ખોરાકની વ્યવસ્થા સ્કૂલે કરવી
7) વાહનના ફાયરસેફ્ટી સાધનોના ઉપયોગની માહિતી વિદ્યાર્થીને આપવી
8) પ્રવાસના સ્થળ મુજબ સેફ્ટી સાધનોની વ્યવસ્થા સ્કૂલે કરવી.
શું હતો જૂનો નિયમ?
પહેલાં અમદાવાદની સ્કૂલો દ્વારા જિલ્લાની બહાર પ્રવાસ ખેડવા માટે ડીઈઓની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ જિલ્લાની અંદર જેમ કે, કાંકરિયા, કે રિવરફ્રન્ટ જેવા શહેરની અંદર-અંદરના સ્થળોએ વિદ્યાર્થીઓને પિકનિક લઈ જવા માટે મંજૂરી લેવી પડતી નહોંતી. હવે નિયમ બદલાયા છે તેથી શહેર કે જિલ્લાની અંદર નજીકના સ્થળ પિકનિક માટે પણ પરમિશન ફરજિયાત બનાવાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે