આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના ડિપાર્ટમેન્ટના પોલંપોલ છૂપાવવા ધમપછાડા, ખુલ્લેઆમ ભોપાળું

મ્યુનિ.હસ્તકની એલ.જી.હોસ્પિટલમાં ઈન્સપેકશન પુરૂ કરવામાં આવ્યા બાદ એસ.વી.પી.હોસ્પિટલમા પણ ઈન્સપેકશન હાથ ધરવાની સંભાવનાની વચ્ચે વી.એસ.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સંભવિત ઈન્સપેકશનને ધ્યાનમાં લઈ એસ.વી.પી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના ડિપાર્ટમેન્ટના પોલંપોલ છૂપાવવા ધમપછાડા, ખુલ્લેઆમ ભોપાળું

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં આ જ બાબત કોઈ ખાનગી હોસ્પિટલે કરી હોત તો આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અહીં તો વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે. MCIના ઈન્સ્પેક્શન વખતે VSમાંથી દર્દીઓને SVPમાં શિફ્ટ કરાશે. એસવીપી હાલમાં કાગનો વાઘ સાબિત થઈ રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી અને મોદીના હસ્તે લોકાર્પણ થયેલી આ હોસ્પિલમાં દર્દીઓ આવી રહ્યાં નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કેન્દ્રની ટીમ દ્વારા મેડીકલ કોલેજની બેઠકમાં વધારો કરવામા આવ્યા બાદ ઈન્સપેકશનની કાર્યવાહી કરવામાં આવી છે.

મ્યુનિ.હસ્તકની એલ.જી.હોસ્પિટલમાં ઈન્સપેકશન પુરૂ કરવામાં આવ્યા બાદ એસ.વી.પી.હોસ્પિટલમા પણ ઈન્સપેકશન હાથ ધરવાની સંભાવનાની વચ્ચે વી.એસ.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સંભવિત ઈન્સપેકશનને ધ્યાનમાં લઈ એસ.વી.પી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. મ્યુનિ. સંચાલિત LG હોસ્પિટલમાં બે- ત્રણ દિવસ પહેલાં MCIનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને કેટલાંક દિવસ પહેલાં VS હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પણ MCIનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.  

મ્યુનિ. દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી SVP હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા નથી અને SVP હોસ્પિટલના મોટાભાગના વોર્ડ અને ફ્લોર ખાલી રહે છે. જોકે, OPD ચાલે છે. પરંતુ વિવિધ કારણોસર અગાઉની જેમ SVP હોસ્પિટલ ધમધમતી નથી. કોરોના કાળમાં પણ SVP હોસ્પિટલની કામગીરી ખૂબ સારી રહી હતી. હવે ઈન્સ્પેક્શન કરવા માટે MCIની ટીમ એક- બે દિવસમાં SVP હોસ્પિટલની મુલાકાત માટે આવનાર હોવાથી SVP હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બતાવવા માટે VS હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કરોડોના ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલ હાલમાં ખાલીખમ ભાસી રહી છે. એક હોસ્પિટલના દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડીને સંખ્યા દેખાડવી એ એક પ્રકારની છેતરપિંડી છે. આ પ્રકારે અધ્યાપકોની પણ ટ્રાન્સફર થાય છે. આમ આ આરોગ્ય વિભાગની પોલ છૂપાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. આ ખુલ્લેઆમ ભોપાળુ ચાલી રહ્યું છે. એમસીઆઈની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. ખરેખર આ વાસ્તવિકતા હોય તો સરકાર માટે શરમજનક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news