ભાજપ પાર્ટીના નાના કદના 'સુપર ગૃહમંત્રી'ને પોલીસે ઔકાત દેખાડી, સાબિત કર્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે

પાર્ટીમાં મોટુ પદ ધરાવતા અને અને મનમાની ચલાવતા આ નેતાને આ કેસ સામાન્ય લાગ્યો હતો. પોલીસને કહેવાનું છે તો કામ થઈ જશે એમ મદમાં રાચતા હતા. એમને એમ કે મને કો કોણ ના પાડી શકે પણ પોલીસે આ નેતાજીને તેમની ઔકાત દેખાડી દીધી છે. કદમાં નાના અને પાર્ટીમાં કદાવર પદ ધરાવતા નેતાજીએ પ્રેશર તો લગાવ્યું પણ પાછળથી ખબર પડી કે દિલ્હીથી આદેશ થયો છે. આખરે દિલ્હીના આદેશ સામે તેમના શસ્ત્રો બુઠ્ઠા નીકળ્યા છે.

ભાજપ પાર્ટીના નાના કદના 'સુપર ગૃહમંત્રી'ને પોલીસે ઔકાત દેખાડી, સાબિત કર્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાંથી વિદેશ જવું એ સામાન્ય બાબત છે. ગુજરાતીઓ વિદેશ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોટાપાયે લોકો વિદેશમાં રહે છે. એક લાઈન ખૂલે તો લાખો રૂપિયા પણ ખર્ચવા તૈયાર હોય છે.  કેનેડાથી ગેરકાયદેસર બોર્ડર કોસ કરાવી અમેરિકા લઈ જવાનું રેકેટ ચલાવતી એજન્ટોની ચેનલ તોડી પાડવાના આદેશ બાદ એજન્સીઓએ કડક કાર્યવાહી શરૂ છે. દિલ્હીના આદેશને પગલે પોલીસે ભાજપના ફાઈનાન્સરને ગેરકાયદે વિદેશ મોકલવાના રેકેટમાં પકડી પોલીસે કડકાઈ દાખવતાં રાજકીય આલમમાં સોંપો પડી ગયો હતો. રાણીપમાં મેટરના નામથી જાણીતા યુવા નેતાએ શારીરિક રીતે કદમાં નાના પણ પાર્ટીમાં મોટુ પદ ધરાવતા જૂના સાથી એવા બે નેતાની મદદ માગી ફાયનાન્સરને છોડાવવા માટે ભલામણ કરી હતી.

આ પણ ખાસ વાંચોઃ

પાર્ટીમાં મનમાની કરતા નેતાઃ
પાર્ટીમાં મોટુ પદ ધરાવતા અને અને મનમાની ચલાવતા આ નેતાને આ કેસ સામાન્ય લાગ્યો હતો. પોલીસને કહેવાનું છે તો કામ થઈ જશે એમ મદમાં રાચતા હતા. એમને એમ કે મને કો કોણ ના પાડી શકે પણ પોલીસે આ નેતાજીને તેમની ઔકાત દેખાડી દીધી છે. કદમાં નાના અને પાર્ટીમાં કદાવર પદ ધરાવતા નેતાજીએ પ્રેશર તો લગાવ્યું પણ પાછળથી ખબર પડી કે દિલ્હીથી આદેશ થયો છે. આખરે દિલ્હીના આદેશ સામે તેમના શસ્ત્રો બુઠ્ઠા નીકળ્યા છે. પોલીસે કોઈ પણ મચક આપ્યા વગર નેતાના સાથીદાર પર કાર્યવાહી કરી હતી. દિલ્હીના આદેશને પગલે પોલીસ પણ કોઈ ભૂલ કરવાના મૂડમાં ન હતી. જેના પગલે પોલીસે ઢીલ દાખવ્યા વગર કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું હતું. બીજી તરફ પોલીસ પર થયેલી પ્રેશર ટેકનિક બાદ વિદેશ મોક્લવાના રેકેટના સૂત્રધારો ભાજપના આ નેતાઓના સંપર્કમાં હોવાનું અને તેઓ સાથે આર્થિક વ્યવહારો કરતા હોવાનો ઘટસ્ફોટ થવાની સંભાવના છે. આમ પાર્ટીમાં મોટાભા થઈને ફરતા નેતાને પોલીસે ઔકાત દેખાડી દીધા છે. 

આ પણ ખાસ વાંચોઃ

કબૂતરબાજોને ઉઠાવી રહી છે વિવિધ એજન્સીઓઃ
ડીંગુચાના એક જ પરિવારના ચાર સભ્યોના મોત મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ બાદ વિવિધ એજન્સીઓ કબૂતરબાજોને ઉઠાવી રહી છે. ગેરકાયદે એજન્ટ બની લોકો પાસેથી લાખો રૂપિયાની વસૂલી કરતા આ લોકોની ચેન તોડવામાં પોલીસ લાગી છે. એજન્સીઓની તપાસમાં બોબીના નજીકના સૂત્રધારનું પણ નામ ખૂલતાં પોલીસે તેને ઉઠાવ્યો હતો. વિદેશ મોકલવાના આ કૌભાંડમાં આરોપી ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હતો. પોલીસે આરોપીને ઉઠાવતાં આ કેસમાં ભાજપના રાણીપમાં રહેતા એક મેટર નામના નેતા સક્રિય થઈ ગયા હતા. સ્વભાવે ઉગ્ર પણ ભાષણ કરવામાં માસ્ટર ગણાતા આ બે નેતાઓએ પોલીસ પર પ્રેશર ટેક્ટિસ અજમાવાની શરૂઆત કરી હતી. 

આ પણ ખાસ વાંચોઃ

ગૃહમંત્રી તો હર્ષ સંઘવી છે:
કદમાં નાના નેતાને એમ હતું કે આ તો ડાબા હાથનો ખેલ છે. એમને સંઘવીને પણ લૂપમાં ના રાખી સીધા પોલીસને આદેશ કરવાનું શરૂ કરતાં પોલીસે એમને એમનું વામન કદ દેખાડી દીધું છે. જો કે, પોલીસ પર દબાણ કર્યા બાદ બંનેને ખબર પડી કે, દિલ્હીથી આદેશ કડક કાર્યવાહીનો છે. આમ, કાયમ ઓવર કોન્ફીડશનમાં રાચતા બંને કદાવરને તેમનું કદ સમજાયું અને તેઓના શસ્ત્રો બુઠ્ઠા નીકળ્યાનો અહેસાસ થયો હતો. આમ પાર્ટીમાં વાહવાહી કરતા આ બંને નેતાઓને એમનું સરકારમાં કેટલું ચાલે છે એ ખબર પડી ગઈ છે. એ પોતાની જાતને સુપર ગૃહમંત્રી માનતા હતા પણ પોલીસે એ સાબિત કરી દીધું છે કે ગૃહમંત્રી તો હર્ષ સંઘવી છે.

આ પણ ખાસ વાંચોઃ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news