અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા 300 વિદ્યાર્થીઓને વિદ્યા દાન કરવા અનોખો પ્રયાસ

હેપનિંગ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જેતલપુર મહેમદાવાદ પાસે આવેલી ચૌસર પ્રાથમિક શાળાના 300 વિદ્યાર્થીઓને શાળાની નોટબુક, બેગ, ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.  હેપનિંગ ફાઉન્ડેશન સંગીત ક્ષેત્રે પણ કામ કરી રહ્યું છે.

અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા દ્વારા 300 વિદ્યાર્થીઓને વિદ્યા દાન કરવા અનોખો પ્રયાસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ આંખોમાં સચિન તેંડુલર અને સાનિયા મિર્ઝા બનવાના સપના લઈને મોટાભાગના બાળકો શાળાએ જતા હોય છે. કહેવાનો તાત્પર્ય એ છેકે, દરેક બાળકો અને એમાંના માતા-પિતાને આશા છે કે એક દિવસ તેમનું જીવન બદલાશે. તેમનો દિકરો કે દિકરી સારો અભ્યાસ કરીને સમાજમાં સારી નામના મેળવશે. જોકે, આર્થિક સંકળામણને કારણે બધા બાળકોની કિસ્મતમાં સારું ભણવાનું નથી હોતું. ત્યારે અમદાવાદની હેપનિંગ કલ્ચરલ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા આવા એક બે નહીં બલ્કે 300થી વધારે જરૂરિયાતમંદ બાળકોને વિદ્યા દાન કરવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. 

ઉલ્લેખનીય છેકે, છેલ્લા 13 વર્ષથી વિવિધ સામાજિક કાર્યો સાથે સંકળાયેલા આ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી જયંતિ બેહન મુખર્જી છે અને તેના ડિરેક્ટર સુદીપ ભાઈ મુખર્જી છે. આ સંસ્થા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત, કોરોનાના સમયગાળા દરમિયાન, આ સંસ્થાએ લોકડાઉન દરમિયાન ઓનલાઈન મ્યુઝિકલ પ્રોગ્રામ દ્વારા લોકોનું મનોરંજન કર્યું અને કોરોના સમયગાળા દરમિયાન તેમાંથી કમાયેલા પૈસાથી સંગીત કલાકારો અને તેમના પરિવારોને રાશન કીટનું વિતરણ કરવાનું ચાલુ રાખ્યું.

હેપનિંગ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જેતલપુર મહેમદાવાદ પાસે આવેલી ચૌસર પ્રાથમિક શાળાના 300 વિદ્યાર્થીઓને શાળાની નોટબુક, બેગ, ગણવેશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.  હેપનિંગ ફાઉન્ડેશન સંગીત ક્ષેત્રે પણ કામ કરી રહ્યું છે. આ દિશામાં, હેપનિંગ મ્યુઝિકલ ક્લબ દ્વારા, મુંબઈના સા રેગા મા પા, ઈન્ડિયન આઈડોલ અને અન્ય રિયાલિટી શોના કલાકારો અને પ્લેબેક સિંગર્સ દ્વારા શ્રેષ્ઠ સંગીતના શ્રેષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ વિવિધ સામાજિક કાર્યો માટે કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news