વિદેશી ધરતી ગુજરાતી કિશોરે ધર્મ સાચવ્યો... ફૂટબોલ છોડ્યું પણ ગળામાંથી કંઠી ન ઉતારી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતીઓ ભલે વિદેશની કોઈ પણ ધરતી પર કેમ ન રહેતા હોય, તેઓ ભારતીય પરંપરા અને રીતરિવાજોને સાચવે છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જ્યાં ભારતીયો ધર્મનો પરચમ લહેરાવતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 12 વર્ષના ગુજરાતી કિશોરે ફૂટબોલ (football) ને બદલે પોતાના ધર્મને પ્રાધાન્ય આપ્યું. હાથમાં બાંધેલી કંઠી ન છોડવી પડે તે માટે ગુજરાતી કિશોરે ફૂટબોલની ગેમ છોડી દીધી.
આ બન્યું ઓસ્ટ્રેલિયા (Australlia) ના બ્રિસ્બનમાં. મૂળ સૌરાષ્ટ્રનો ગુજરાતી પરિવાર વર્ષોથી ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બનમાં સ્થાયી થયો છે. મૂળ ભાવનગરના સિંહોરના હિમાંશુ પટેલ પોતાના પરિવાર સાથે બ્રિસ્બનમાં રહે છે. તેમને સંતાનમાં 12 વર્ષનો દીકરી શુભ છે. હિમાંશુ પટેલનો પરિવાર સ્વામીનારાયણ ધર્મને માને છે અને સત્સંગી છે. તેમનો પરિવાર બાપ્સ સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છે.
12 વર્ષનો શુભ પટેલ ફૂલબોલનો શોખીન છે. તે ઘર પાસેની ફૂટબોલ ક્લબમાં રમતો હતો. થોડા દિવસ પહેલા તેના મેચ રેફરીએ હાથમાં પહેરેલી રાખડી કાઢવા કહ્યું હતું. મેચ રેફરીએ કહ્યું કે, આ રાખડીથી અન્ય ખેલાડીને ઈજા પહોંચી શકે છે. તેથી કાઢવી પડશે. એટલુ જ નહિ, મેચ રેફરીએ તેને ગળામાં પહેરેલી કંઠી કાઢી નાંખવા કહ્યું હતુ. શુભે તેમની વાત માનીને રાખડી તો કાઢી હતી, પરંતુ કંઠી કાઢી ન હતી.
કંઠી કાઢવાની ના પાડીને તેણે ફૂટબોલ રમવાની ના પાડી હતી. 12 વર્ષના શુભને આ કારણે મેચમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં સમગ્ર મામલો ગૂંચવાયો હતો. સમગ્ર વાત જાણી કોચે પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. ફૂટબોલ એસોસિએશન દ્વારા શુભ તેમજ તેના પરિવારજનની આ બનાવ અંગે માફી માગી હતી અને કંઠી સાથે રમવા પરવાનગી આપી હતી.
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ, કોરોનાકાળમાં કોલેજે કાઢી મૂકેલા વિદ્યાર્થીને ફરી એડમિશન આપો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે