nrg

અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા

અમેરિકા (America) ના ડેન્માર્ક વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બંને યુવકો મહેસાણા (Mehsana) ના રહેવાસી છે. મહેસાણા કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલ (NRG) ની અશ્વેત યુવકો દ્વારા હત્યા (Murder) કારઈ છે. બંને ડેન્માર્કના સાઉથ કેરોલીના (South Carolina) ના એક સ્ટોરમાં નોકરી કરતા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Nov 17, 2019, 12:05 PM IST

પત્નીને છોડી વિદેશ ભાગી જતા NRI પતિઓની હવે ખેર નથી, વડોદરા પોલીસે કરી મોટી કાર્યવાહી

વડોદરા પોલીસે NRI પતિઓ સામે લાલ આંખ કરી છે. લગ્ન કરી પત્નિ ને તરછોડી વિદેશ જતા રહેતા NRI પતિઓ સામે વડોદરા પોલીસે (Vadodara Police) કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આવા પતિઓના પાસપોર્ટ કેન્સલ કરી રહી છે. જેમાં હાલ વડોદરા પોલીસે 3 NRIના પાસપોર્ટ કેન્સલ કર્યા છે. તો ત્રણેય પતિઓની ધરપકડ પણ કરાઈ છે. તો બીજી તરફ, પત્નીને તરછોડી દેતા અને અત્યાચાર ગુજરતા પતિઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. હજી 7 પતિઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. 

Oct 15, 2019, 03:24 PM IST

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, ન્યૂયોર્કમાં 19 વર્ષના જય પટેલનો મૃતદેહ મળ્યો

અમેરિકા (America) ના ન્યુયોર્ક (New York)માં 19 વર્ષીય ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ન્યૂયોર્કમાં બે એપાર્ટમેન્ટની વચ્ચે પડેલો મળ્યો હતો. ત્યારે વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતની યુવક (NRG)ની હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદેશોમાં વસતા ગુજરાતીઓની હત્યાનો આંક દર વર્ષે વધી રહ્યો છે. વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધુ ટાર્ગેટ ગુજરાતી સમાજના લોકો બનતા હોય છે. 

Oct 10, 2019, 02:02 PM IST

સાઉથ આફ્રિકામાં વસેલા ગુજરાતીની લૂંટારુઓએ કરી હત્યા

વિદેશમાં વસતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે, ત્યારે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકામાં પ્રિટોરિયામાં મૂળ અમદાવાદના યુનુસભાઈ વ્હોરાની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી છે. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

Jun 28, 2019, 01:31 PM IST

અમેરિકાને પણ ભારતની ચૂંટણીનું પરિણામ જાણવાની ચટપટી, કરાયું છે ખાસ આયોજન

ભારતની ચૂંટણીના પરિણામને લઈ USAમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. પહેલીવાર ચૂંટણી પરિણામ થિયેટર્સની સ્ક્રીન પર જોવા મળશે. 10 યુએસ ડોલર આપીને પરિણામ જોઈ શકાશે.

May 23, 2019, 07:46 AM IST

લંડન સરકાર પાન-મસાલા ખાનાર ગુજરાતીઓ સામે આકરા પાણીએ, આપી ચેતવણી

ગુજરાતીઓ અને માવો એકબીજાના પૂરક છે. ગુજરાતી યુવકોની પાન-પડીકી-માવો ખાઈને થૂંકવાની ગંદી આદતોથી હવે બ્રિટિશરો પણ પરેશાન થઈ ગયા છે. આ ગંદી આદતથી ઈંગ્લેન્ડવાસીઓ એટલા કંટાળી ગયા છે કે, ઈંગ્લેન્ડના Leicester શહેરમાં એક ગુજરાતીમાં બોર્ડ લગાવવામાં આવ્યું છે.

Apr 17, 2019, 04:23 PM IST

ગુજરાતીની અમેરિકામાં હત્યા, પોતાની જ મોટલની રૂમમાંથી લાશ મળી

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના ભીખુભાઇ પટેલની અમેરિકાના બવાનામાં તેમની જ મોટેલમાં લાશ મળી આવી છે. આ હત્યાને પગલે વલસાડ જિલ્લામાં પાટીદાર સમાજમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી. 

Apr 5, 2019, 02:45 PM IST

વડોદરાનું દંપતી દાદા-દાદી બનવાની ખુશીમાં ન્યૂઝીલેન્ડ ગયુ હતું, આતંકીએ આખો પરિવાર વિખેરી નાંખ્યો

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતેની બે મસ્જિદો પર થયેલાં હુમલાના બનાવમાં વડોદરાના પિતા-પુત્ર લાપત્તા હોવાનું જાણવા મળેલ છે. વડોદરાના બે સહિત કુલ 9 ભારતીયો હાલ લાપત્તા હોવાનું ભારતીય રાજદ્વારી દ્વારા જાહેર કરાયું છે. વડોદરાના બે વ્યક્તિઓ પણ આ હુમલા બાદ લાપતા હોવાની વિગતો બહાર આવી છે. ઝી 24 કલાકની ટીમે વડોદરાના લાપતા પરિવારના સભ્યોના સાથે ખાસ વાત કરી હતી. વડોદરાના આરીફ વોરા ન્યુઝીલેન્ડ ખાતે રહેતા તેમના પુત્ર રમીઝને ત્યાં ગયા હતા અને મસ્જિદમાં નમાજ અદા કરવા ગયા. તે દરમિયાન બને પિતા પુત્ર લાપતા હોવાની વિગતો બહાર આવી છે.

Mar 16, 2019, 11:41 AM IST

ન્યૂઝીલેન્ડના હુમલામાં નવસારીના યુવકનું મોત, વડોદરાના પિતા-પુત્રનો હજી કોઈ અતોપત્તો નથી

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. જેમાં ભારતીય કેટલાક ભારતીયો ગુમ છે. ત્યારે ગુજરાતના યુવકે જીવ ગુમાવ્યો છે, તો વડોદરાના પિતા-પુત્ર લાપતા છે. 

Mar 16, 2019, 10:28 AM IST

ભરૂચના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ નિગ્રો દ્વારા હત્યા કરાઈ

ભરૂચના વાલિયાના સિલુડી ગામનો યુવાના આફ્રિકા રોજગાર માટે ગયો હતો, પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું

Sep 5, 2018, 08:41 PM IST

સાઉથ આફ્રિકામાં મુળ ગુજરાતી પરિવારની લૂંટનાં ઇરાદે હત્યા

વહેલી સવારે અચાનક ઘરમાં આગ લાગતા પરિવારનાં તમામ સભ્યો ભડથું થયાની પોલીસની સ્પષ્ટતા ગળે ઉતરે તેવી નથી

Apr 12, 2018, 09:00 PM IST