ગુજરાતના ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારો આનંદો! દિવાળી પહેલા સરકારે આપી મોટી ભેટ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે...
Trending Photos
ગાંધીનગર: રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો દિવાળીનો તહેવાર ઉલ્લાસમય રીતે ઉજવી શકે તે આશયથી રાજ્ય રાજ્ય સરકારે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને દિવાળીના તહેવારો માટે વધારાની એક કિલો ખાંડ અને એક લીટર સીંગતેલ રાહત દરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ગરીબ મધ્યમ પરિવારને સહાયરૂપ થવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે જેનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, હાલ દિવાળીનાં તહેવાર નિમિતે અંત્યોદય અને બીપીએલ મળી 32 લાખ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કાર્ડ 1 કિલો વધારાની ખાંડનું વિતરણ અનુક્રમે રૂા.15 અને રૂા.22 પ્રતિ કિલોનાં ભાવથી વિતરણ કરવામાં આવે છે. તેમજ તમામ 71 લાખ N.F.S.A. રેશનકાર્ડ ધારકોને દિવાળીના તહેવાર નિમિતે પ્રતિ કુટુંબ 1 લીટર સીંગતેલ રૂા.100/-ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” ની અવધિ ત્રણ માસ એટલે કે ડિસેમ્બર -200 માસ સુધી લંબાવાઈ છે. આ યોજના હેઠળ માહે ઑક્ટોબર-2022 માસ માટે 71 લાખ N.F.S.A.રેશનકાર્ડ ધારકોને રેગ્યુલર મળવાપાત્ર અનાજ ઉપરાંત પ્રતિ વ્યક્તિ 1 કિ.ગ્રા. ઘઉં તથા 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજના જથ્થાનું વિનામૂલ્યે વિતરણ તા.15/10/2022 થી શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ભારત સરકારની સુચના મુજબ રાહતદરનું વિતરણ અને વિનામુલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે