ગુજરાતમાં 16 એપ્રિલે એક દિવસમાં રેકોર્ડ કોરોના વાયરસના 163 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં દરરોજ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે તો હવે વડોદરા અને સુરતમાં પણ કેસો સતત વધી રહ્યાં છે. 16 એપ્રિલે રાજ્યમાં એક દિવસમાં રેકોર્ડ કોરોના વાયરસના 163 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં જ માત્ર ગુજરાતના કુલ કેસોના 50 ટકાથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં 11 એપ્રિલે કોરોના વાયરસના કુલ 468 કેસ હતા, તો માત્ર 5 દિવસ એટલે કે 16 એપ્રિલ સુધીમાં તો આ સંખ્યા બમણી થઈ ગઈ છે.
શું છે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ
રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા 929 પર પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ 545 કેસ સામે આવ્યા છે. તો બીજા સ્થાને વડોદરામાં 128 કેસો નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 88 કેસ તો રાજકોટમાં 28 અને ભાવનગરમાં 26, આણંદમાં 25 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી ગુજરાતના 24 જિલ્લામાં કોરોનાનો કહેર પહોંચી ગયો છે.
અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની સ્થિતિ વધુ ખરાબ છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં દરરોજ 50થી વધુ કેસો સામે આવી રહ્યાં છે. આ માટે તંત્રએ હોટસ્પોટ વિસ્તારમાં સઘન ચેકિંગ અને ટેસ્ટીંગ હાથ ધર્યું છે તો આ વિસ્તારમાં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 929 કેસ નોંધાયા જેમાંથી 545 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે.
જાણો અમદાવાદમાં 19 માર્ચથી 16 એપ્રિલ વચ્ચે કેસ વધવાનો ઘટનાક્રમ
19 માર્ચ - પહેલા 2 કેસ
23 માર્ચ - 13
27 માર્ચ - 15
2 એપ્રિલ - 31
3 એપ્રિલ - 38
5 એપ્રિલ - 53
6 એપ્રિલ - 64
9 એપ્રિલ - 142
10 એપ્રિલ - 197
12 એપ્રિલ - 282
13 એપ્રિલ - 320
14 એપ્રિલ - 373
15 એપ્રિલ - 450
16 એપ્રિલ - 545
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે