ગુજરાતના 82 વર્ષના દાદાએ લગ્નમાં વગાડ્યું ત્રાસુ, વીડિયો જોઈ ઘેલું થયું બોલીવુડ, ઉર્ફી જાવેદે તાત્કાલિક મોકલ્યાં પૈસા
નવસારીના ફોટોગ્રાફર ઋત્વિક પાંડે અઠવાડિયા અગાઉ ગણદેવીમાં લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી કરવા પહોંચ્યા હતાં. જ્યાં લગ્ન મંડપમાં એક 90 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ ત્રાસુ (ઢોલ) વગાડતા હતા.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: તમારી ઉંમર જીવનને ક્યારેય હરાવી શકતી નથી. ઉંમરના અંતિમ પડાવ પર પણ જરૂરિયાત તમને મહેનત કરવા પ્રેરતી રહે છે. ગણદેવીના 82 વર્ષીય વૃદ્ધ આજે પણ પ્રસંગોમાં ત્રાસુ વગાડી પરિવારને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ગત દિવસોમાં લગ્નમાં ત્રાસુ (ઢોલ) વગાડતા વૃદ્ધનો વિડીયો બનાવી નવસારીના ફોટોગ્રાફરે સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા જ 27 લાખ વ્યુઝ મળ્યા છે અને જેને સેલિબ્રિટીઓએ પણ તેને લાઈક કરી છે. જેમાં હમેંશા લાઇમ લાઇટમાં રહેતી ઉર્ફી જાવેદે આર્થિક મદદ પણ પહોંચાડી છે.
નવસારીના ફોટોગ્રાફર ઋત્વિક પાંડે અઠવાડિયા અગાઉ ગણદેવીમાં લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી કરવા પહોંચ્યા હતાં. જ્યાં લગ્ન મંડપમાં એક 90 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ ત્રાસુ (ઢોલ) વગાડતા હતા. જીવનના અંતિમ પડાવ પર પહોંચેલા વૃદ્ધનો સંઘર્ષ જોઈ ઋત્વિક પ્રભાવિત થયો અને કામ નહી કરતા યુવાનો માટે પ્રેરણારૂપ હોવાનું માની તેમના વીડિયો બનાવ્યા હતા અને એની રીલ બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કર્યા હતા. જે રીલ થોડા જ દિવસોમાં 27 મિલિયન વ્યૂઝ મળતા ઋત્વિક આશ્ચર્યમાં મુકાયો હતો. જેમાં ઘણી નાની અનામી હસ્તીઓએ પણ વીડિયોને લાઈક કર્યો હતો.
વૃદ્ધનો ત્રાસુ વગાડતો વિડીયો હંમેશા લાઇમ લાઇટમાં રહેતી મુંબઈની ઉર્ફી જાવેદે પણ જોયો અને ત્યારબાદ ઋત્વિક પાંડેનો સંપર્ક કરી વૃદ્ધ વિશેની માહિતી મેળવી હતી. વૃદ્ધની નવસારીના ગણદેવીમાં રહેતા 82 વર્ષીય અબુ બકર તાઈ તરીકે ઓળખ થઈ હતી. વણકરનું કામ કરી ચૂકેલા અબુબકર 42 વર્ષોથી મુસ્લિમ અને હિન્દુ પ્રસંગોમાં ત્રાસુ વગાડી આર્થિક ઉપાર્જન કરે છે. પરંતુ ડીજે અને બેન્ડના જમાનામાં હવે અબુબકરને વધુ કામ મળતું નથી. સાથે જ હવે ઉંમરને કારણે તેઓ ગણદેવી છોડી અન્ય ક્યાંય જતા નથી. પરંતુ આજે પણ ગણદેવીમાં અબુબકર તાઈને લોકો પ્રસંગોમાં ત્રાસુ વગાડવા બોલાવે છે.
બીજી તરફ ઉર્ફી જાવેદે વૃદ્ધ અબુબકર માટે 12500 રૂપિયાની આર્થિક મદદ મોકલી હતી. જેને પણ ઋત્વિકે તેમના ઘરે જઈ ઉર્ફીને વિડીયો કોલ કરી તેમની નજર સામે રોકડ સહાય આપી હતી. વૃદ્ધ સાથે વાત કરતા ઉર્ફી જાવેદ થોડી ભાવવિભોર પણ થઈ હતી. સાથે જ તેની માતા સાથે પણ વાત કરાવી હતી. ઉર્ફી જાવેદે વૃદ્ધ અબુબકરને આગળ પણ આર્થિક મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે