GTU ના પૂર્વ કુલપતિ અને વર્તમાન રજિસ્ટ્રારનો પત્ની પ્રેમ : યુનિવર્સિટીના ખર્ચે મોંઘીદાટ સાડી અપાવી
Gujarat Technological University : GTUમાં પદવીદાન સમારોહ માટે ખરીદાયેલી સાડી અંગે સર્જાયો વિવાદ.... પૂર્વ વાઈસ ચાન્સેલર અને વર્તમાન રજિસ્ટ્રારની પત્ની માટે પણ સાડી ખરીદાઈ હતી... 2,700ની એક એવી 10 સાડીની ખરીદાઈ હતી... 6 સાડીઓ ન અને એસોસીએટ ડીન માટે ખરીદાઈ હોવાના આક્ષેપ...
Trending Photos
GTU અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સાડી ખરીદીમાં વિવાદ સર્જાયો છે. GTU ના પૂર્વ કુલપતિ નવીન શેઠ અને વર્તમાન રજિસ્ટ્રાર કે.એન. ખેર સાડી ખરીદી મામલે વિવાદમાં ઘેરાયાં છે. પદવીદાન સમારોહ માટે ખરીદાયેલી સાડીમાં પૂર્વ VC અને વર્તમાન રજિસ્ટ્રારની પત્ની માટે પણ સાડી ખરીદાઈ હતી તેવી વાત સામે આવી છે. વર્ષ 2022ના પદવીદાન સમારોહ માટે બંનેએ પોતાની પત્નીઓની સાડીની ખરીદી GTU ના ખર્ચે કરાવી હતી. પૂર્વ કુલપતિ નવીન શેઠ અને વર્તમાન રજિસ્ટ્રારની પત્નીના સાડીના ઓર્ડરનો GTU નાં પરચેઝ ઓર્ડરમાં ઉલ્લેખ મળ્યો છે. કહેવાય છે કે, GTU તરફથી 2,700 રૂપિયાની એવી 10 સાડીની ખરીદી માટે નારણપુરા સ્થિત દુકાનમાં ઓર્ડર અપાયો હતો. જેમાં કુલ 27 હજાર રૂપિયાની સાડીની ખરીદી કરાઈ હતી. તો અન્ય સાડીઓ GTU નાં એક BOG મેમ્બર, એક AC મેમ્બર તેમજ 6 સાડીઓ ડીન અને એસોસીએટ ડીન માટે ખરીદાઈ હતી.
દર વર્ષની માફક ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આ વર્ષે પણ પદવીદાન સમારોહ યોજાવાનો છે. 2 ફેબ્રુઆરીએ આ પદવીદાન સમારોહ યોજાવાનો છે. જેમાં કુલ 48,884 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. ત્યારે સમારોહ પહેલા જ સાડીઓનો વિવાદ શરૂ થયો છે. આ પદવીદાન સમારંભમાં યુનિવર્સીટીના પદાધિકારીઓ સહિત ફેકલ્ટી, ડીનની અલગ ઓળખ માટે ડ્રેસકોડ આપવામાં આવતો હોય છે. જેમાં પુરુષોને કોટી કે કોટ અપાય છે. તો મહિલાઓને સાડી આપવામાં આવતી હોય છે. પરંતુ આ ડ્રેસકોડ માત્ર પદવીદાન સમારંભમાં જોડાયેલા વ્યક્તિઓને આપવામાં આવતો હોય છે. પરંતુ એક એવો વિવાદ શરૂ થયો છે કે, પૂર્વ કુલપતિ ડો. નવીન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરે તેમની ધર્મપત્નીઓને પણ યુનિવર્સિટીના ખર્ચે સાડી અપાવી છે. માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજીમાં તેનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો :
આ સમાહોર માટે પુરુષ કર્મચારીઓ માટે કુલ 3,07,676 રૂપિયાની કિંમતની કોટીઓ ખરીદાઈ હતી. તો મહિલા કર્મચારીઓ માટે કુલ 1,50,000ની સાડીઓ ખરીદાઈ હતી. આ ખરીદી માત્ર યુનિવર્સિટીના સ્ટાફ માટે જ કરવામાં આવે છે. તો પછી કુલપતિ ડો. નવીન શેઠનાં ધર્મપત્ની જયશ્રીબેન શેઠ અને રજિસ્ટ્રાર કે.એન. ખેરનાં ધર્મપત્ની સમજુબેન ખેરને કેમ સાડી આપવામાં આવી તેવો વિવાદ ઉઠ્યો છે. બંનેને એ ગ્રેડની સાડીઓ આપવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા જ વિવાદ વધ્યો છે.
અરજીમાં જે જવાબ મળ્યો તેમાં લખાયુ છે કે, A કેટેગરીમાં ફાળવવામાં આવેલી સાડીમાં વીસી મેડમ અને રજિસ્ટાર મેડમના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જ્યારે કે, પ્રથમ એ કેટેગરીમાં માત્ર બોર્ડ મેમ્બર, ડાયરેક્ટર અને તમામ મહેમાનોનો સમાવેશ થાય છે. તેથી બંનેએ પોતાની ધર્મપત્નીઓને મોંઘીદાટ સાડી અપાવી હોવાની વાત કેમ્પસમાં વહેતી થઈ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે