અમદાવાદ સિવિલમાં થયું 100 મું અંગદાન, આરોગ્ય મંત્રીએ હાજર રહી પરિવારનો ઋણ સ્વીકાર્યો

Organ Donation : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 100મું અંગદાન થયું, છેલ્લા 25 મહિનામાં 100 બ્રેઈડ દર્દીના કિડની, લીવર અને ફેફસા મળતાં 300 લોકોને મળ્યુ જીવનદાન...  

અમદાવાદ સિવિલમાં થયું 100 મું અંગદાન, આરોગ્ય મંત્રીએ હાજર રહી પરિવારનો ઋણ સ્વીકાર્યો

Ahmedabad Civil Hospital અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100 મું અંગદાન કરાયું છે. મંગળવારે રાત્રે 10 વાગે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાને 100 મોં આંકડો પાર કર્યો. ત્યારે 100 માં અંગદાન સમયે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પોતે અંગદાન સમયે સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યમંત્રી 26 વર્ષીય બ્રેઈનડેડ યુવકના અંગદાન પૂર્વેની પ્રાર્થનામાં સહભાગી થયા હતા. આ બાદ આરોગ્યમંત્રીએ અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કર્યો હતો. 

અમદાવાદ શહેરના બહેરામપુરામાં રહેતા 26 વર્ષીય નિલેશભાઈ ઝાલાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. 24 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેથી સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેમના પિતા અને પરિવારજનોને અંગદાનની સમજ આપવામાં આવી હતી. આ બાદ તેમના પિતા મહેન્દ્ર ઝાલાએ દીકરાના અંગદાનનો નિર્ણય કર્યો હતો. પરિવારે અંગદાન માટે હામી ભરતા અંગદાનની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની, ફેફસાં, લીવર, હૃદયનું દાન મેળવવા સફળતા મળી હતી. 

આ પણ વાંચો : 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 100માં અંગદાન બાદ બ્રેઈન ડેડ લોકોના અંગદાનનાં માધ્યમથી જુદા જુદા 320 અંગો દાન સ્વરૂપે મળ્યા છે. 100 અંગદાન થકી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 85 લીવર, 168 કિડની, 29 હૃદય, 9 સ્વાદુપિંડ, 11 જોડી ફેફસાં, 3 જોડી હાથ અને બે નાના આંતરડા અંગદાનનાં માધ્યમથી પ્રાપ્ત થયા હતા. 

અંગદાન વિશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ કે, અંગદાન માટે લોકોમાં જાગૃતતા વધી રહી છે, બ્રેઈન ડેડ લોકોના પરિવારોની સમજદારીને કારણે અંગદાન અભિયાન સફળ થઈ રહ્યું છે. અંગદાન માટે જાગૃતતા વધશે તો એક જીવિત વ્યકિતએ અન્ય જીવિત વ્યક્તિને અંગ આપવાની જરૂર રહેશે નહીં. અંગદાન મહાદાન છે, અત્યાર સુધીમાં મળેલા 320 અંગોના માધ્યમથી 295 કરતા વધુ લોકોના જીવનમાં પ્રકાશ ફેલાઈ શક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news