100 ટકા વરસાદથી ગુજરાતના જળાશયો જળમગ્ન! જાણો કયા તાલુકાઓમાં પડ્યો સૌથી ઓછો વરસાદ

Gujarat Weather Updates: ગુજરાતમાં એકંદરે આ વર્ષે ચોમાસુ કેવું રહ્યું? શું કહે છે વરસાદના આંકડા? જાણો કયા જિલ્લાના અને કયા તાલુકામાં છો સૌથી સારો વરસાદ અને આ વખતની સિઝનમાં ક્યા રહી વરસાદની સૌથી વધારે ઘટ....

100 ટકા વરસાદથી ગુજરાતના જળાશયો જળમગ્ન! જાણો કયા તાલુકાઓમાં પડ્યો સૌથી ઓછો વરસાદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 100 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેને કારણે ગુજરાતમાં મોટાભાગના જળાજળો પણ છલોછલ છલકાઈ ગયા છે. જોકે, હજુ પણ એવા કેટલાંક તાલુકાઓ છે જ્યાં વરસાદની ઘટ છે. જાણીએ આ અંગે વિગતવાર માહિતી...આંકડાઓની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 104 કરતા વધારે વરસાદ થઈ ચુક્યો છે. એકંદરે આ સારું ચોમાસું કહી શકાય.

ઓવરઓલ રાજ્યના કુલ 207 મુખ્ય જળાશયો અને જળપરિયોજનામાં છલોછલ પાણી છલકાઈ રહ્યાં છે. રાજ્યના જળાજળો પણ પુરી રીતે ભરાઈ ચુક્યા છે. જેથી સ્ટોરેજની દ્રષ્ટિએ પણ ગુજરાત પાસે સારા પ્રમાણમાં પાણી એકત્રિત થઈ ચુક્યું છે.  રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ વર્તાઈ રહી છે. કેટલાંક તાલુકા આ લિસ્ટમાં એવા પણ છે જેમાં હજુ સુધી માત્ર સામાન્ય વરસાદ જ થયો છે. જેને કારણે ત્યાં વરસાદની 70 ટકા ઘટ વર્તાઈ રહી છે.

ગુજરાતમાંથી હવે ધીમે ધીમે વરસાદ વિદાય લઈ રહ્યો છે. ચોમાસુ પુરુ થઈને હવે શિયાળો બેસવાની તૈયારીમાં છે. આ દરમિયાન હવે ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હજી પણ રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ છે. આ તરફ હજી આગામી મહિનામાં નવરાત્રી અને ભારત-પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં સિઝનનો 104 ટકાથી વધુ વરસાદઃ
રાજ્યમાં ચોમાસા દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 104  ટકા વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યના 13 તાલુકામાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ સાથે 33 તાલુકાઓમાં 70 ટકાથી ઓછો વરસાદ તો 38 તાલુકાઓમાં 10થી 20 ઈંચ જ વરસાદ વરસ્યો છે. આ તરફ 20 તાલુકાઓમાં 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓના લોકો માટે આગામી દિવસો કપરા બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 

તાલુકાવાર વરસાદના આંકડાઓઃ
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો કુલ 104 ટકા વરસાદ
રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ
33 તાલુકાઓમાં 70 ટકાથી ઓછો વરસાદ 
38 તાલુકાઓમાં 10થી 20 ઈંચ જ વરસાદ 
20 તાલુકાઓમાં 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ

આ તાલુકામાં પડ્યો સાવ ઓછો વરસાદઃ 
ગાંધીનગરમાં ગાંધીનગર અને કલોલ, પાટણ જિલ્લામાં ચાણસ્મા, ભાવનગરમાં જેસર અને પાલીતાણા, છોટા ઉદેપુરમાં નસવાડી, બનાસકાંઠામાં કાંકરેજ, મહેસાણામાં ઊંઝા, અરવલ્લીમાં માલપુર,  અમદાવાદમાં બાવળા, દસ્ક્રોઈ, દેત્રોજ,  હાંસોટ અને ઝઘડીયા, સાણંદ અને વિરમગામ, વડોદરામાં કરજણ, સાવલી અને વાઘોડીયા,, પંચમહાલમાં ઘોઘંબા, સુરેન્દ્રનગરમાં મુળી, રાજકોટમાં જસદણ, પદ્ધારી અને રાજકોટ, તાપીમાં ઉચ્છાલ, અમરેલીમાં જાફરાબાદ અને સાવરકુંડલા, બોટાદમાં રાણપુર, ભરૂચમાં અમોદ, સુરતમાં માંગરોળ અને ઓલપાડ, ખેડામાં ગળતેશ્વર અને ઠાસરા સહિતના આ તાલુકાઓમાં 50થી લઈને 30 ટકા સુધીની વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news