Monsoon effect in Gujarat: ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, ખેડૂતો ચિંતિત

Monsoon effect in Gujarat: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 3 દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આજે સવારથી જ કમોસમી વરસાદે દસ્તક આપી છે. અંબાજી, અમરેલી, મહેસાણા, મહીસાગર જેવા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, અને વરસાદ જોવા મળ્યો છે. 

Monsoon effect in Gujarat: ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની એન્ટ્રી, ખેડૂતો ચિંતિત

Monsoon effect in Gujarat: સવારે 7.30 વાગ્યાથી આગામી  3 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે જ વહેલી સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. મહીસાગર, પંચમહાલ , દાહોદ , નર્મદા , સાબરકાંઠા , બનાસકાંઠા માં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પવનની ગતિ પણ 40 કિમિ પ્રતિ કલાકની રહેવાની હવામાન વિભાગની આગાહી છે. 

રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે. આ આગાહી વચ્ચે અંબાજી અને મહેસાણામાં માવઠું પડ્યું છે. 5, 6 અને 7 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ રહેશે, જેમાં 
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી છે. 5 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદરમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીના લીધે યાર્ડમાં પાકની આવક બંધ કરાઈ છે. હાપા અને ભાવનગર યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોનો પાક ના બગડે તેના માટે આવક બંધ કરાઈ છે. 

વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી
બનાસાકાંઠા જિલ્લા ઉપરાંત મહીસાગર જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી છાંટા શરૂ થયા છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદી છાંટા પડી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલથી ખેડૂતોને નુકસાનની ભીતી છે. કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકો અને સૂકા ઘાસચારામાં નુકસાન થઈ શકે છે.

વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં 
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news