ઠંડી અંગે મોટી આગાહી! ઠરી જશે હાથપગ, ગુજરાતના આ જિલ્લાઓની બગડશે હાલત
Gujarat Weather Updates: ગુજરાતમાં સતત વધી રહ્યું છે ઠંડીનું જોર. બીજી તરફ માવઠાનો માર પણ કરે શકે છે મુશ્કેલીમાં વધારો. જાણો ક્યાં વધુ ઠંડું રહેશે વાતાવરણ અને ક્યાં છે વરસાદની સંભાવનાએ પણ જાણો...
Trending Photos
Gujarat Weather Updates/ ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ઠંડીનું જોર યથાવત છે. સાથે જ હજુ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે જગતના તાતની દશા બેઠી છે. ખેડૂતોને માવઠાનો માર એટલો નડી જાય છેકે, એમની આખા વર્ષની મહેનતનું ધનોત પનોત નીકળી જાય છે. હજુ પણ કેટલાંક વિસ્તારોમાં ખેતરોને ખેદાન મેદાન કરી શકે છે કમોસમી વરસાદ આ અંગેની આગાહી અગાઉ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી ચુક્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી.
ગુજરાતમાં ગગડી રહેલાં ઠંડીના પારાની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લાં ત્રણ દિવસથી યથાવત છે. 9.8 ડિગ્રી સાથે રાજ્યનું પાટનગર એટલેકે, ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. જ્યારે કચ્છના નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું, ડીસામાં 11.2, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 12.4, સુરેન્દ્રનગરનું તાપમાન 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ક્યાં-ક્યાં વધારે ઠંડું રહેશે તાપમાન?
ઉલ્લેખનીય છેકે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે બુધવારે કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજે અમદાવાદ, અમરેલી, કચ્છ,મોરબી,નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, જામનગર,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ 3 દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 4.5 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ 9.8 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર ઠંડુ શહેર બન્યુ છે. આ ઉપરાંત નલિયામાં 10.8 અને ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે