ફાગણ, ચૈત્ર, વૈશાખમાં આંધી-વંટોળ-વાવાઝોડું-વરસાદ! ગુજરાતની પથારી ફેરવશે આ યોગ

Gujarat Weather Report: શિવરાત્રિ પહેલાં વાતાવરણમાં વિચિત્ર પલટાનો યોગ, ગુજરાત પર મોટા સંકટ જ્યોતિષોની આગાહી. આ વખતે શિવરાત્રિ આવતા પહેલાં તોઠંડુગાર થઈ જશે આખુ ગુજરાત, આગાહી જાણીને અત્યારથી જ ધ્રુજવા લાગશે હાથ-પગ. 

ફાગણ, ચૈત્ર, વૈશાખમાં આંધી-વંટોળ-વાવાઝોડું-વરસાદ! ગુજરાતની પથારી ફેરવશે આ યોગ

Gujarat Weather : દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થયું છે. 

માવઠાથી માર્ચની શરૂઆત, આગળ શું થશે?
નવાઈની વાત છે પણ આ વખતે તમે જુઓ કે, આપણાં ત્યાં ગુજરાતમાં માર્ચ મહિનાની શરુઆત માવઠાથી થઈ છે. ભારે પવન, કરા અને થે કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોચાડયું હતું. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા બે દિવસથી વધ્યું છે. વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 

આગળ સ્થિતિ વિકટ બનશેઃ
શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે, ગુજરાતીઓએ રહેવું પડશે સાવધાન. જ્યોતિષાચાર્યના મતે 8 થી 12 માર્ચ વાતાવરણમાં પલટાના યોગ. હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગળ સ્થિતિ વિકટ બનશે. નલિયા 7.4 ડિગ્રી નોંધાયું છે તાપમાન. આ અમે નથી કહી રહ્યાં આ બદલાતા ગ્રહોની સ્થિતિને ધ્યાને રાખીને જ્યોતિષાચાર્યો કરી રહ્યાં છે આગાહી. 

હવે જ્યોતિષે પણ કરી વાતાવરણમાં પલટાની આગાહીઃ
હવામાન વિભાગ અને હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ જેવા આગાહીકારોની સાથો-સાથ હવે જ્યોતિષો પણ કરી રહ્યાં છે વાતાવરણમાં પલટાની આગાહી. ત્યારે જ્યોતિષોએ આગાહી કરતા જણાવ્યું છે કે, શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે. જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચ આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે છે. 

કેવી રહ્યું હતું ગઈકાલે ગુજરાતનું હવામાન?
બીજી તરફ રાજ્યમાં શરૂ થયેલી ઠંડી મંગળવારે પણ જારી રહી હતી. મંગળવારે નલિયાનું લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી પર પહોંચતા લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લઘુતમ-મહત્તમ તાપમાન ઘટી રહ્યાં છે. મંગળવારે  પણ રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 17 ડિગ્રીની નીચે રહ્યું, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નીચે રહેતા ઠંડકનો અહેસાસ થયો હતો. ખાસ કરી વહેલી પરોઢે અને મોડી રાત્રે કાતિલ
ઠંડી વર્તાઇ રહી છે.

આંધી-વંટોળ, પવનના સૂસવાટા સાથે કમોસમી વરસાદ થશેઃ
જ્યોતિષોના જણાવ્યા અનુસાર, માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી-વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે. એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે. જ્યોતિષે આગાહી કરી છે કે, 20 માર્ચે સૂર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે તેવી આગાહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news