ઠંડી

weather department says summer will start from 21st february  PT19M39S

હવામાન વિભાગની આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે

21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યનું તાપમાન 35 ટકાથી વધુ થાય તેવી સંભાવના છે. ગયા વર્ષે માર્ચના પહેલા અઠવાડિયામાં ગરમી શરૂ થઈ હતી. ત્યારે ગરમીની શરૂઆત સાથે 21 ફેબ્રુઆરીએ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે તેવુ વિભાગનું કહેવું છે.

Feb 16, 2020, 10:30 AM IST
Cold wave in Gujarat, Nalia Coldest City PT4M55S

રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો, 3 થી 4 ડીગ્રી તાપમાનમાં ઘટાડાની આગાહી

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી રાજ્ય માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. જો કે, ત્યારબાદ આવનાર દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં તબક્કાવારરીતે વધારો થશે.

Feb 9, 2020, 11:45 AM IST
Fatafat News: Cold Wave Will Rise In State For Next Three Days PT22M18S

ફટાફટ ન્યૂઝ: રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર વધશે

અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહીત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે.

Feb 3, 2020, 07:15 PM IST
Cold Wave Will Rise In State For Next Three Days PT3M9S

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર વધશે

અમદાવાદમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. અમદાવાદ સહીત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી આકરી ઠંડી પડશે. આગામી 3 દિવસ ઠંડીનું જોર વધશે.

Feb 3, 2020, 06:10 PM IST
cold wave in gujarat watch video zee 24 kalak PT3M49S

રાજ્યમાં ફરીથી ઠંડીનું વધ્યું જોર, આગામી 2 દિવસ કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતમાં ફરીથી વધ્યું ઠંડીનું જોર. હજુ 2 દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે જાહેર કરી આગાહી. સૌરાષ્ટ્ર-કચ્છને ધ્રુજાવશે ઠંડી પવન. જુઓ વીડિયો.

Jan 30, 2020, 09:10 AM IST
including cold wave across gujarat important news watch video zee 24 kalak PT21M6S

રાજ્યભરમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો સહિતના મહત્વના સમાચારો એક જ ક્લિક પર

રાજ્યભરમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 7 ડિગ્રી નોંધાયું.બનાસકાંઠાના ડીસામાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધી ઠંડી.

Jan 25, 2020, 09:10 AM IST
Samachar Gujarat: Farmers Demand For Release Of Water In Banaskantha PT23M27S

સમાચાર ગુજરાત: બનાસકાંઠાના દિયોદરમાં પાણી છોડવા ખેડૂતોએ કરી માગ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતો દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં 10થી વધુ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાના પાણીની માંગ કરી છે. તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલનું પાણી આપવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ દિયોદર નાયબ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

Jan 20, 2020, 09:55 PM IST
People Of Vadodara Are Enjoying The Cold PT5M14S

રાજ્યમાં લોહી થીજાવી દે તેવી ઠંડી, વડોદરાવાસીઓ માણી રહ્યાં છે ઠંડીની મજા

સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે.

Jan 18, 2020, 11:40 AM IST
Super Fast Top 100 News: Cold In Gujarat, Temperature Dropped In Navsari PT23M30S

સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, નવસારીના તાપમાનમાં ઘટાડો

રાજ્યમાં શીત લહેર યથાવત જોવા મળી રહી છે. 3.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. કેશોદ અને રાજકોટમાં પણ પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો છે. હજી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડીથી બચવા લોકોએ તાપણાંનો આશરો લીધો હતો.

Jan 18, 2020, 09:10 AM IST
Samachar Gujarat: Cold Wave In Gujarat PT25M22S

સમાચાર ગુજરાત: કાતિલ ઠંડીથી ગુજરાત ઠુંઠવાયું

રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે આગામી 3 દિવસ કોલ્ડવેવ આગાહી કરવામાં આવી હતી. રાજકોટ, દ્વારકા, કચ્છ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દરિયાકિનારે ઉત્તરપશ્ચિમ-ઉતરના પવન ફૂંકાશે.

Jan 17, 2020, 09:25 PM IST
Cold Wave In Gujarat 17 January 2020 PT6M46S

રાજ્યમાં કડકડતી ઠંડી, 3 દિવસ કોલ્ડવેવ આગાહી

હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ સામે પક્ષે જનજીનવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યાં છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઠંડી સાથે જોડાયેલા ગુજરાત (coldwave in gujarat) ના એક એવા સ્થળની, જેનો ઠંડીનો પારો સૌથી વધુ હાઈ રહે છે. એ સ્થળનું નામ છે નલિયા (Naliya). એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકજીભે ચઢતું રહે છે. શા માટે શિયાળામાં નિલાયા ઠંડીના કાતિલ મોજાને પાર પહોંચી જાય છે.

Jan 17, 2020, 11:35 AM IST

વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો, આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા

દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે. 

Jan 17, 2020, 08:27 AM IST
Changes in school times due to cold in Rajkot PT4M5S

રાજકોટમાં ઠંડીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર

રાજકોટ જિલ્લામાં ઠંડીનું વાતાવરણ જામ્યું છે. ત્યારે ઠંડીને કારણે સ્કૂલ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાળાના શૈક્ષણિક કાર્યમાં અડધો કલાકનો ફેરફાર કરાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો હતો. તમામ શાળાઓમાં સમય અડધો કલાક ફેરકકર કરવા આદેશ કર્યો છે. 26 જાન્યુઆરી સુધી સમયમાં ફેરફાર કરવા પરિપત્ર જાહેર કરાયો હતો.

Jan 16, 2020, 10:10 PM IST
Samachar Gujarat: See All The Important News Today PT19M19S

સમાચાર ગુજરાત: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર

રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ બહાર ટિકિટના કાળા બજારનો વધુ એક પર્દાફાશ થયો છે. રિપોર્ટરે કહ્યું અમારી પાસે 1500ના ભાવની બે ટીકીટ છે વધુ બે ટીકીટ જોઈએ છે. દલાલએ કહ્યું 1500ની બે ટીકીટ અને 6500 રૂપિયા આપો હું તમને 1800 કિંમતની 4 ટીકીટ આપુ.

Jan 16, 2020, 09:40 PM IST

આજની ઠંડીથી થથરી ગયા હો તો સાવધાન, કરાઈ છે થિજાવી દે એવી આગાહી

ઉત્તરાયણ પછી એટલે આજથી ઠંડી (Cold)ના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે.

Jan 15, 2020, 10:03 AM IST
Samachar Gujarat: Forecast Of Unseasonal Rains In State PT22M31S

સમાચાર ગુજરાત: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

Jan 13, 2020, 09:20 PM IST
Samachar Gujarat: Important News From The State PT23M20S

સમાચાર ગુજરાત: જુઓ રાજ્યના મહત્વપૂર્ણ સમાચાર એક ક્લિકમાં

મોડાસામાં યુવતીના મોતનો મામલે પોલીસની વધુ એક શંકાસ્પદ કામગીરીનો આરોપ લાગ્યો છે. આરોપીઓને કોર્ટમાં હજુ પણ રજૂ ન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. શકમંદ ત્રણ લોકોને પોલીસસ્ટેશનથી અજ્ઞાત સ્થળે લઈ જવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Jan 12, 2020, 08:55 PM IST
Heavy cold covering Gujarat PT3M24S

ગુજરાત હાડ થીજવતી ઠંડીના સકંજામાં

સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુંઠવાઇ ગયું છે. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન 3 ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.

Jan 12, 2020, 11:35 AM IST

કાતિલ ઠંડી અને સૂસવાટા મારતા પવનથી ઠુંઠવાયું ગુજરાત, નલિયામાં પારો ગગડીને 4 ડિગ્રીએ પહોંચ્યો

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાત (Gujarat) માં કાતિલ ઠંડી (Cold) નું મોજું ફરી વળ્યું છે. મોટાભાગના શહેરોના તાપમાનમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 6 જેટલા શહેરોમાં તો 10 ડિગ્રી કરતા પણ ઓછું તાપમાન નોંધાયું છે. અત્રે જણાવવાનું કે ઉત્તર ભારતમાં અને ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કચ્છના નલિયાનું તાપમાન તો 4 ડિગ્રીએ પહોંચી ગયું. જ્યારે ડીસામાં 6 ડિગ્રી, રાજકોટ અને જૂનાગઢમાં પણ પારો 9 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં ગઈ કાલે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

Jan 11, 2020, 09:08 AM IST
cold wave in Uttar bharat delhi, watch video PT4M47S

ઉ.ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત, હિમાચલમાં 5 જિલ્લામાં યલો એલર્ટ

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ યથાવત. દિલ્હીના કેટલાક વિસ્તારમાં કરા પડ્યાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વધી શકે છે ઠંડીનું પ્રમાણ.

Jan 10, 2020, 09:30 AM IST