Gujarat Weather Forecast: હે ભગવાન આ શું? ગુજરાતીઓ...ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠા માટે રહો તૈયાર, જાણો લેટેસ્ટ અગાહી

Gujarat Weather Forecast: હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ....હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમ વર્ષા થશે.

Gujarat Weather Forecast: હે ભગવાન આ શું? ગુજરાતીઓ...ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠા માટે રહો તૈયાર, જાણો લેટેસ્ટ અગાહી

હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ....હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. જો કે  જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. જાણો વિગતો....

ડબલ ઋતુ અનુભવાઈ રહી છે
ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે.  

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાન વધશે
બીજી બાજુ હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે. 24 કલાક બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે. 

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. તેમણે એમ પણ ક્હ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢે  તેવી હશે. આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news