દિવાળીમાં વરસાદ આવશે કે કડકડતી ઠંડી પડશે! હવામાન વિભાગે કરી નવી આગાહી

Gujarat Weather Forecast : દિવાળીના તહેવારોમાં વધશે ઠંડીનું જોર.... અમદાવાદમાં તાપમાન 18 ડિગ્રીએ પહોંચવાની શક્યતા.... છેલ્લા 2 વર્ષથી નવેમ્બરમાં અમદાવાદમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે રહે છે..
 

દિવાળીમાં વરસાદ આવશે કે કડકડતી ઠંડી પડશે! હવામાન વિભાગે કરી નવી આગાહી

Ambalal Patel Prediction : ઠંડીની મોસમ આવી ગઈ છે અને અનુભવાઈ પણ રહી છે. દિવસે ભલે તાપમાન ઓછું હોય, પરંતુ રાતે ઠંડીનો પારો ઉંચે જતો રહે છે. પરંતું કડકડતી ઠંડીનો સમય ક્યારે આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે દિવાળી તહેવારમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે તે પણ સવાલ છે. આવામાં હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. 

હાલ રાજ્યમાં રાત દરમિયાન ઠંડી હોય છે. પરંતું તમને જણાવી દઈ કે, હાલ ગુજરાતનું વડોદરા શહેર સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. જોકે 1 કે 2 ડિગ્રી ફરક આવી શકે છે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાતે સૌથી ઓછું વડોદરામાં18 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં રાતે 20 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં રાતે 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી લાગી શકે છે. ભેજના કારણે વાદળો અને ધુમ્મસ રહી શકે છે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ખાલી ઠંડીનું વાતાવરણ રહેશે. 

નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news