Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
Gujarat Heavy Rain Prediction: હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કેવી સ્થિતિ રહેશે, ક્યાં કેવો વરસાદ પડી શકે છે તે અંગે માહિતી આપી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
Gujarat Rains: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા બાદ હવે ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ વરસાદની સ્થિતિને લઈને જાણકારી આપી છે. હવામાન ખાતાએ ગુજરાતમાં આગામી દિવસમાં કેવો વરસાદ રહેશે તે અંગે શક્યતા વ્યક્ત કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દરિયાઈ કાંઠે 40 થી 45 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. સીઝનનો 92 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
શું કહે છે અંબાલાલ પટેલ?
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.
અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાંપટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તેથી વરસાદ પડવાની શક્યતા રહે.
ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે. અને ઝાંપટા પડી શકે છે. 27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
30 અને 31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામા પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે