Gujarat Weather: આગામી 4 દિવસમાં આ વિસ્તારોની હાલત થશે રમણભમણ, હવામાન વિભાગે વધારી ચિંતા

Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહીને કારણે રાજ્યભરના ખેડૂતો હાલ ચિંતાતૂર બન્યા છે. કારણકે, હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. ફરી એકવાર ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવશે.

Gujarat Weather: આગામી 4 દિવસમાં આ વિસ્તારોની હાલત થશે રમણભમણ, હવામાન વિભાગે વધારી ચિંતા

Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને કારણે ખેડૂતોને પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે. ભરઉનાળે હવામાન વિભાગે ચોમાસા જેવી આગાહી કરતા ખેડૂતોની સ્થિતિ હાલ દયનીય બની ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 4 દિવસ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભના કારણે વરસાદ થવાની આગહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પાછલા માવઠા કરતા આ માવઠાનું જોર ઓછું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં વર્ષ 2023નું વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે એપ્રિલની સાથે મે મહિનામાં પણ આંધી અને વંટોળ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. મંગળવારે રાજ્યમાં સુરેન્દ્રનગર 38 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને પોરબંદરમાં 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે ક્યાં-ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ?
તારીખ 6 એપ્રિલના રોજ પણ સાબરકાંઠા અને બનાસકાંઠાની સાથે કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સાથે થંડરશાવર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પછી તારીખ 7 અને 8એ હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગરમીનું જોર ધીમે-ધીમે વધશે-
આ સિવાય અમદાવાદમાં મહત્તમ તાપમાન 37, ગાંધીનગરમાં 36, રાજકોટ 37.6, વડોદરામાં 34.6 અને સુરતમાં 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કચ્છના વિવિધ ભાગોમાં તાપમાન 35ની આસપાસ નોંધાયું હતું. સૌરાષ્ટ્રના દ્વારકામાં સૌથી નીચું મહત્તમ 29.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news