Heavy Rain Alert: માર્ચ મહિનાની શરૂઆતથી જ દેશભરના વિવિધ રાજ્યોમાં ગરમીની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં પણ તીવ્ર ગરમી પડી રહી છે. હવામાન વિભાગે 14થી 17 માર્ચ દરમિયાન ઉત્તરપશ્ચિમ, હિમાલય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે.
ECMWF Weather Report: દુનિયામાં આ વર્ષે ભયંકર ગરમી પડવાની ચેતવણી હવામાન વૈજ્ઞાનિકોએ આપી છે. અલ નીનોના પ્રભાવને કારણે ભારત સહિત વિશ્વભરમાં પ્રચંડ ગરમી, દુષ્કાળ અને પૂર જેવો ખતરો છે.
Vegetable Market: દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે.
IMD Rain Alert : ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ છ રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાએ વેગ પકડ્યો છે, ત્યારે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
IPL 2025: આજે 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2025ની ફાઈનલ મેચ બેંગ્લુરુ અને પંજાબ વચ્ચે રમાશે. આ મેચમાં વરસાદના વિધ્નની આશંકા સેવાઈ રહી છે. જો વરસાદ પડે તો મેચનું શું અને રદ થાય તો કઈ ટીમ વિજેતા જાહેર કરાય?
Rain Alert: દેશના 5 રાજ્યોમાં 1થી 5 જૂન દરમિયાન વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની પણ આગાહિ કરવામાં આવી છે.
IMD Alert : બંગાળની ખાડીમાં રચાયેલી નવી વરસાદી સિસ્ટમના કારણે આગામી 48 કલાક માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
Weather Report : હવામાન વિભાગે તેની તાજેતરની આગાહીમાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડી શકે છે. જેમાં 4 ટકા ઉપર કે નીચે થઈ શકે છે. અગાઉ 105 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આ વખતે 1 ટકા વધુ વરસાદની આગાહી કરાઈ છે.
Heavy Rain : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આ લેખમાં જાણીશું કે કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Weather Update: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગુજરાતમાં માર્ચ મહિનાથી ગરમીએ કહેર વર્તાવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. અહીં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાંહિટવેવની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે આ મહિનામાં શિયાળો લગભગ વિદાય લેતો હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઠંડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં હજી પણ બે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની ધારણા હવામાન વિભાગે કરી છે.
Gujarat Weather Forecast: ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે...પવનની દિશા ઉત્તર અને પૂર્વની રહેતા કડકડતી ઠંડી પડશે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ અપાયું છે. બીજીતરફ અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેશે તેવું અનુમાન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હાડ થીજવતી ઠંડી પડશે જે લોકોને રીતસરના ધ્રુજાવી દેશે.
ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.. પોલીસ, ફાયર બ્રિગેડ અને સેનાના જવાનો સ્નિફર ડોગ્સની મદદથી ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહ્યા છે.. હાલમાં, ટાયફૂન ટ્રામી ઉત્તર-પશ્ચિમ ફિલિપાઇન્સથી દૂર ખસી ગયું છે..
સાબરકાંઠાના ઇડરના વડીયાવીર થી કડીયાદરા જવાના રસ્તા ઉપર કરોલ નદી આવે છે જેમાં ઈડરનું મિસ્ત્રી દંપતી ઈડર તરફ આવી રહ્યું હતું જે દરમિયાન અચાનક કરોલ નદીમાં ભારે પુર આવતા કાર દોઢ કિલોમીટર સુધી નદીમાં તણાઈ હતી
Very Havy Rainfall in South Gujarat: છેલ્લાં 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એમાંય વાત કરીએ સુરત શહેરનો તો અહીં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ આકાશથી વરસાદી આફત વરસી રહી છે. તો બીજી તરફ ખાડી ઓવરફ્લો થતાં ખાડીના પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યાં છે. જેને પગલે હાલ હજારો ઘરો ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં કમર સમા પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ગરકાવ થયેલાં વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગની ટીમો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવી રહી છે.
Very Havy Rainfall: છેલ્લાં બે દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે કહેર વર્તાઈ રહ્યો છે. એવામાં બાળકોને શાળાએ મોકલવા પણ જોખમી બની શકે છે. તેથી શાળા-કોલેજો સહિતના શિક્ષણ સંસ્થાનોમાં રજા જાહેર કરવાની ફરજ પડી.
Gujarat Monsoon Updates:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી.
છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે.
આ તરફ અસમની બાજુમાં આવેલા મણિપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતાં જળબંબાકારની સ્થિતિ છે... પશ્વિમ ઈમ્ફાલમાં તો એવી સ્થિતિ સર્જાઈ છે કે રસ્તા પર હોડીઓ તરવા લાગી છે... એનડીઆરએફની ટીમ લોકોને બચાવવા માટે અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે મહેનત કરી રહી છે...
Weather Update: દેશમાં ચોમાસાના આગમનને 1 મહિનો પૂરો થયો છતાં દેશના 10 રાજ્યમાં ન જોવા મળી મેઘમહેર