બે ગુજરાતી કલાકારોએ ભાજપ પાસે માંગી લોકસભાની ટિકિટ, આ બેઠક બની હોટ સીટ

Gujarat BJP Action : ગુજરાત ભાજપની સાંજે સાડા સાત કલાકે મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક... લોકસભા બેઠક દીઠ ઉમેદવારો પર મંથન થશે.... ગૃહ મંત્રી અમિત બેઠકમાં રહી શકે છે હાજર

બે ગુજરાતી કલાકારોએ ભાજપ પાસે માંગી લોકસભાની ટિકિટ, આ બેઠક બની હોટ સીટ

Loksabha Elections 2024 : લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. સોમવારથી જ ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી દીધી હતી. માર્ચના બીજા સપ્તાહમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો વહેલા જાહેર થઈ શકે અને તેમને પ્રચાર તેમજ તૈયારી માટે પુરતો સમય મળી રહે તે માટે સેન્સ લેવાની પ્રક્રિયા આદરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે નિરીક્ષકો નિમવામાં આવ્યા છે. જેઓ સ્થાનિક નેતાઓ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોને સાંભળી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં બે ગુજરાતી કલાકારોએ ટિકિટ માટે દાવેદારી કરી છે. 

સેન્સ પ્રક્રિયા માટે નિરીક્ષક તરીકે સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા, ગુમાનસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. જેની સામે અનેક લોકો પોતાની દાવેદારી કરવા પહોંચ્યા છે. જેમાં ગુજરાતી સિંગર અરવિંદ વેગડા અને અભિનતા હિતુ કનોડિયાએ ટિકિટ માટે દાવેદારી કરી છે. અમદાવાદ પશ્ચિમની બેઠક માટે 40 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. 

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે આટલા લોકોએ દાવેદારી કરી છે. 
1. ડૉ. કિરીટ સોલંકી, સાંસદ, અમદાવાદ પશ્ચિમ
2. દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય, અસારવા
3. જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા
4. દિનેશ મકવાણા, પૂર્વ મેયર
5. ડૉ. કીર્તિ વડાલીયા, પ્રદેશ ડોકટર સેલ કનવિનર
6. ગિરીશ પરમાર, પૂર્વ મંત્રી
7. નરેશ ચાવડા, પૂર્વ પ્રદેશ મંત્રી SC
8. કિરીટ પરમાર, પૂર્વ મેયર
9. વિભૂતિ અમીન, શહેર મંત્રી અમદાવાદ 
10. ભદ્રેશ મકવાણા, SC પ્રમુખ, અમદાવાદ શહેર
11. હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય, ઈડર
12. મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય
13. કાઉન્સિલર ગીતાબેન સોલંકી
14. અરવિંદ વેગડા 

ગુજરાત ભાજપની આજે સાંજે પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મળશે. જેમાં લોકસભા દીઠ ઉમેદવારો પર મંથન થશે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બાદ 29 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મળવાની છે. જેને પહેલા આજે સાંજે 7.30 કલાકે સીએમ આવાસ પર બેઠકમાં ચર્ચા કરાશે. ગૃહ મંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news