ઉત્તર ગુજરાતના આ પંથકમાં કાળા ડીબાંગ વાદળો છવાયા, વરસાદી માહોલથી ખેડૂતો બન્યા ચિંતિત

સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યુ છે. અંબાજી પંથકના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું  છે.

ઉત્તર ગુજરાતના આ પંથકમાં કાળા ડીબાંગ વાદળો છવાયા, વરસાદી માહોલથી ખેડૂતો બન્યા ચિંતિત

Ambaji Rains 2024: ગુજરાતના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. ઉનાળાની ડબલ ઋતુ વચ્ચે માવઠાની આગાહી કરી છે. ત્યારે અંબાજી પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન ભારે ગરમી બાદ હળવા વરસાદી છાંટા પડ્યા છે. જો કે વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યુ છે. અંબાજી પંથકના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું  છે. અંબાજી પંથકના આકાશમાં કાળા ડીબાંગ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. અહીં એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાજીમાં સવારે ઠંડી, બપોરે તડકો અને સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે. રવી પાક બગડવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. 

સોમવાર બાદ મંગળવારે પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે. ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે કે, વાતાવરણમાં પલટો આવતા જ પોતાની મહેનત પર પાણી ફરી વળશે. વાદળછાયા વાતાવરણને લઇ ખેડૂતોને પાકને લઇ ચિંતા વ્યાપી રહી છે. શાકભાજીના ખેડૂતોમાં ખાસ કરીને કોબીજ અને ફ્લાવરની ખેતીમાં પણ આવા વાતાવરણને લઇ પાક બગડવાની ભીતી સેવાઇ રહી છે. મંગળવારે સવારથી જ સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા છે. સોમવારે સાંજે પણ વાતાવરણ વાદળોથી ખૂબ ઘેરાયેલું રહ્યુ હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news