ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બે પાર્ટીઓ વચ્ચે થઈ શકે છે ગઠબંધન, ટૂંક સમયમાં કરાશે જાહેરાત!

Gujarat Election 2022: રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચાલી રહેલ ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે આ ગઠબંધનનો પોરબંદર જિલ્લા  કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બે પાર્ટીઓ વચ્ચે થઈ શકે છે ગઠબંધન, ટૂંક સમયમાં કરાશે જાહેરાત!

પોરબંદર: વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન કરી શકે છે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે ધીમે ધીમે રાજકીય માહોલ પર ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચાલી રહેલ ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે આ ગઠબંધનનો પોરબંદર જિલ્લા  કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લા  કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચાલી રહેલ ગઠબંધનની વાત મુદ્દે ભારે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે,ગઠબંધન થશે તો પોરબંદરથી અમદાવાદ રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજી વિરોધ નોંધાવીશ અને જો આ ગઠબંધન થશે તો પોરબંદર જિલ્લા સહિત આસપાસનો વિસ્તાર પણ કોંગ્રેસ મુક્ત થઈ જશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કુતિયાણા બેઠક માટે મને કોંગ્રેસના આગેવાનોએ ટિકિટ આપવાનું કહ્યું હતું પરંતુ ગઠબંધન થશે તો કયા પક્ષમાંથી ચૂંટણી લડવી સહિતનો નિર્ણય આગામી સમયમાં લઇશ તેવું આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ પત્રકારોને જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news