પદ્મશ્રીથી નવાજાયેલા ગુજરાતી આર્ટિસ્ટ હકુ શાહનું લાંબી માંદગી બાદ નિધન

જનજાતીય અને લોકકલાના વિષય પર પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ધ ભારતીય કલાકાર હકુ શાહનું બુધવારે અમદાવાદમાં નિધન થયું છે. 85 વર્ષીય શાહનુ હાર્ટ એટેકથી મોત થયું છે. શાહના ફોટોગ્રાર પુત્ર પાર્થિવે મીડિયાને જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા. બુધવારે ઘરે બપોરે લગભગ 2 વાગીને 30 મિનીટ પર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને 1989માં પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો મળ્યા છે. 
પદ્મશ્રીથી નવાજાયેલા ગુજરાતી આર્ટિસ્ટ હકુ શાહનું લાંબી માંદગી બાદ નિધન

અતુલ તિવારી/અમદાવાદ :જનજાતીય અને લોકકલાના વિષય પર પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ધ ભારતીય કલાકાર હકુ શાહનું બુધવારે અમદાવાદમાં નિધન થયું છે. 85 વર્ષીય શાહનુ હાર્ટ એટેકથી મોત થયું છે. શાહના ફોટોગ્રાર પુત્ર પાર્થિવે મીડિયાને જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા, અને એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ હતા. બુધવારે ઘરે બપોરે લગભગ 2 વાગીને 30 મિનીટ પર તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને 1989માં પદ્મશ્રી પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો મળ્યા છે. 

હકુભાઈ વજુભાઈ શાહનો જન્મ 1934માં સુરત જિલ્લાના વાલોડમાં થયો હતો. તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાંથી 1955માં સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક થયા હતા. તેમણે પોતાની માસ્ટર ડિગ્રી જાણીતા આર્ટિસ્ટ કે.જી.સુબ્રમણ્યમના અંડર કરી હતી. તેમણે 1965માં જ્હોન ડી રોકફેલર ફેલોશિપ પ્રાપ્ત કરી હતી. તેમજ 1971માં નેહરુ ફેલોશિપ પણ મેળવી હતી. વર્ષો સુધી તેમણે ગ્રામ્યજીવન તેમજ આદિવાસી કલા, સંસ્કૃતિ અને લોક માન્યતા પ્રત્યે ઊંડો અભ્યાસ તેમજ સંશોધન કાર્ય કર્યું અને તેના દસ્તાવેજીકરણ કરવામાં પણ મહત્વનો ફાળો છે. 

તેઓ ટ્રાઈબલ અને ફોક આર્ટ માટે પ્રખ્યાત હતા. તેમજ તેમણે ભક્તિ મુવમેન્ટ પર પણ આર્ટ કર્યું છે. તેઓ કલ્ચરલ માનવશાસ્ત્રી પણ હતા. તેઓ હકુભાઈ તરીકે પ્રખ્યાત છે. જેઓએ 1980ના દાયકામાં રાજસ્થાનના ઉદયપુરમાં શિલ્પ ગ્રામની સ્થાપના કરી હતી. 2009માં ‘માનુષ’ નામના પોતાના સંસ્કરણને પ્રકાશિત કરનાર શાહને કલામાં યોગદાન માટે 1989માં પદ્મશ્રી, જવાહરલાલ નહેરુ ફેલોશિપ તથા કલા રત્ન સહિત અનેક પુરસ્કાર મળ્યા હતા. 

ગાંધી વિચારોને વળેલા કલાકાર
ગાંધી વિચારોને વરેલા હકુભાઈએ દક્ષિણ ગુજરાતમાં ગાંધિયન આશ્રમમાં વર્ષો સુધી લોકોને કલાના પાઠ શીખવ્યા તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે આદિવાસી મ્યુઝિયમ પણ સ્થાપ્યું હતું. આ મ્યુઝિયમની વર્ષો સુધી દેખરેખ તેમણે રાખી હતી અને આ મ્યુઝિયમ તેમનો બોલતો વારસો છે. 2009માં હકુભાઈએ માનુષ શીર્ષક સાથે સંસ્મરણો પ્રકાશિત કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news