હાર્દિક પટેલે સોશિયલ મિડિયાના માધ્યમથી કર્યો બાંભણીયા પર આડકતરો પ્રહાર

દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આરોપોને નાટક ગણાવી હાર્દિક પટેલે કર્યા આડકતરા પ્રહાર

હાર્દિક પટેલે સોશિયલ મિડિયાના માધ્યમથી કર્યો બાંભણીયા પર આડકતરો પ્રહાર

અમદાવાદ: હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી 31મી ઓક્ટોમ્બરે જૂનાગઢના વંથલીમાં ભારત રત્ન સરદાર સાહેબને શ્રદ્ધાજલિ આપવાનો પ્રયત્ન કરીશું. વધુમાં હાર્દિકે કહ્યું કે અનેક રાજકીય પાર્ટીઓ સરદારને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં લાગી ગઇ છે. ત્યારે મોદી સાહેબ જો 182 મીટરની મૂર્તી બનાવીને શ્રદ્ધાંજલિ આપવા જઇ રહ્યા છે. ત્યારે હવે પાટીદાર સમાજના લોકો અને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇને આ કાર્યક્રમને સફળ બનાવશે. 31મી તારીખે ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવશે અને તેને કોઇ પણ રોકી નહિં શકે. 

બાંભણીયાના આરોપો સામે આપ્યો આડકતરો જવાબ 
પાસના કન્વીનર હાર્દિક પટેલે નામ લીઘા વિના જ દિનેશ બાંભળીયાનું નામ લીધા વિના જ તેના પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આંદોલને તોડવા માટે સરકાર અને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરદારની 182 મીટરની પ્રતિમાં બનાવીને સરદાર પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે. એકતા યાત્રામાં 100 કરતા પણ ઓછા વ્યક્તિઓ જોવા મળ્યા હતા. રેલી બાદ સરદારની પ્રતિમાંઓ રઝળતી જોવા મળી હતી. અને મતલબ એ છે,કે ભાજપન સરદારનું સન્માન નથી કરતી. તથા તેણે કહ્યું કે 31મીએ યોજાવનારા કાર્યક્રમને રોકવા બાંભણીયાના આરોપ પર આડકતરો જવાબ આપ્યો કે, નવરાત્રીમાં ગરબા રમવાને લોકો ડાન્સ કહે છે.

સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આહવાન 
31મીએ વંથલીમાં યોજવનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોને આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. હાર્દિકે સોશિયલ મીડિયા પરથી કહ્યું કે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે, સાથે જ પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા અને સાંસદ તથા અભિનેતા શત્રુઘ્ન સિન્હા પણ જોડાવાને છે. સરકારની સામે અધિકારોની લડાઇમાં જ્યારે કોઇ પણ કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે તેને તોડવા માટે અનેક રીતે પ્રયાસ કરવામાં આવે છે. અને જેલમાં રહેલા અલ્પેશ કથિરીયાને મુક્ત કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવું પણ કહ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news