હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં વહેતો કર્યો CM માટે સુપર કડક પત્ર, અક્ષરશ: વાંચવા કરો ક્લિક
હાલમાં પાટીદાર નેતા તેના આમરણ ઉપવાસની જાહેરાતને કારણે ચર્ચામાં છે
Trending Photos
અમદાવાદ : પાટીદાર નેતા હાર્દિક પટેલે રવિવારે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. નિકોલમાં ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને હાર્દિક એક દિવસનો ઉપવાસ કરશે. હાર્દિકનો આરોપ છે કે, તેણે મંજૂરી માગી તેના 11મા કલાકે જ નિકોલ ગ્રાઉન્ડને પાર્કિંગમાં ફેરવી દેવાયું છે. પોતાની સાથે થયેલા આ વર્તન અને ઉપવાસના કારણોની ચર્ચા કરતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીને ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર જોરદાર કડક શબ્દોમાં લેટર પોસ્ટ કર્યો છે જે તાત્કાલિક વાઇરલ થઈ ગયો છે.
last 2 months, we have been seeking permission from the BJP government for the fasting movement. So far, we have not got permission, that means that the BJP government wants to suppress the fundamental rights of the people. pic.twitter.com/zewbNu6MrF
— Hardik Patel (@HardikPatel_) August 18, 2018
પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે તે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. આ ઉપવાસ માટે હાર્દિકે સૌથી પહેલા શુકન ચાર રસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી.
જોકે આ ડિમાન્ડ પછી તરત પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો હતો. આ સિવાય વિસ્તારના અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખ્યા છે. સરકારના આ પગલાને લીધે હવે હાર્દિક કઈ જગ્યાએ ઉપવાસ કરવા બેસશે એવો યક્ષપ્રશ્ન ઉભો થયો છે.
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે