હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેમનું 2 વર્ષ જુનૂં ટ્વીટ, કોંગ્રેસ નેતાએ ઉડાવી મજાક

વાયરલ થઇ રહેલા ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે ''હાર જીતના કારણે પલડા વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયી નહી, લડીશ, જીતીશ અને મરતે દમ તક સુધી કોંગ્રેસમાં રહીશ.'' જોકે હાર્દિકનું આ ટ્વીટ 2020 માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલના રાજીનામા બાદ વાયરલ થયું તેમનું 2 વર્ષ જુનૂં ટ્વીટ, કોંગ્રેસ નેતાએ ઉડાવી મજાક

Hardik Patel Resign: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. જોકે રાજ્યમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું છે. તેની જાણકારી ખુદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું હતું કે આજે હું હિંમત કરીને કોંગ્રેસન પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો બીજી તરફ આ ઘટનાક્રમ વછ્કે હાર્દિક પટેલનું એક જુનૂં ટ્વીટ પણ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે 'હાથ' નો સાથે મરતે દમ ન છોડવાની વાત કહી હતી. 

હાર્દિકનું આ ટ્વીટ થઇ રહ્યું છે ખૂબ વાયરલ
વાયરલ થઇ રહેલા ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે ''હાર જીતના કારણે પલડા વેપારીઓ બદલે છે, વિચારધારાના અનુયાયી નહી, લડીશ, જીતીશ અને મરતે દમ તક સુધી કોંગ્રેસમાં રહીશ.'' જોકે હાર્દિકનું આ ટ્વીટ 2020 માં યોજાયેલી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ કરવામાં આવ્યું હતું. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની તમામ સીટો પર હાર થઇ હતી. 

— Srinivas BV (@srinivasiyc) May 18, 2022

હાર્દિકે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીને લખ્યો પત્ર
તમને જણાવી દઇએ કે હાર્દિકે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે તેમાં કહ્યું કે 'મારે દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક જણ જાણે છે કે કયા પ્રકારે કોંગ્રેસના મોટા નેતાઓ જાણી જોઇને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા બનાવી રહ્યા છે અને તેના બદલામાં મોટા મોટા આર્થિક ફાયદા ઉઠાવે છે. રાજકીય વિચારધારા અલગ હોઇ શકે છે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું આ પ્રકારે વેચાઇ જવું રાજ્યની જનતા સાથે મોટો દગો છે. 

— Hardik Patel (@HardikPatel_) May 18, 2022

કોંગ્રેસ ગુજરાતની જનતા માટે કંઇ સારું કરવા ઇચ્છતી નથી: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે આગળ લખ્યું છે કે રાજકારણ સક્રિય વ્યક્તિનો ધર્મ હોય છે કે તે જનતા માટે કામ કરતો રહે. પરંતુ અફસોસની વાત છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઇ સારું કરવા માંગતી નથી. એટલા માટે ગુજરાત માટે હું કંઇક કરવા માંગતો હતો ત્યારે પાર્ટી મારો તિરસ્કાર કર્યો. મેં ક્યારે વિચાર્યું ન હતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ આપણા પ્રદેશ, આપણા સમાજ અને ખાસકરીને યુવાનો માટે આ પ્રકારનો દ્રેષ મનમાં રાખે છે.

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળો
કોંગ્રેસની ચિંતન શિબિર બાદ હાર્દિક પટેલ બીજા મોટા નેતા છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા રહી ચૂકેલા હાર્દિક પટેલે થોડા દિવસો પહેલાં કોંગ્રેસની ટીકા કરવાની સાથે પાર્ટીના નેતૃત્વને લઇને પણ સવાલ ઉઠાવ્યા હતા. તો બીજી તરફ તે સતત ભાજપની પ્રશંસા કરી રહ્યા છે એવામાં તેઓ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો છે અને હવે ભાજપના નેતાઓને મળવાથી આ અટકળોએ વધુ વેગ પકડ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news