ભાવનગરના સીદસર ગામેથી ટ્રેક્ટર રેલી યોજાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરાઇ

દિલ્હી ચાલી રહેલા આંદોલનના પગલે ભાવનગર સીદસર ખાતે ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતી દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જો કે રેલી  યોજાય તે અગાઉ જ સમર્થનમાં આવેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભાવનગર ખેડૂત સંગઠનોએ સીદસર ગામે ટ્રેકટર રેલી સ્વરૂપે કૃષિ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતી દ્વારા દિલ્હી ખાતે કૃષી કાયદાના વિરોધમાં અનેક દિવસોથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. 
ભાવનગરના સીદસર ગામેથી ટ્રેક્ટર રેલી યોજાય તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરાઇ

ભાવનગર : દિલ્હી ચાલી રહેલા આંદોલનના પગલે ભાવનગર સીદસર ખાતે ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતી દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. જો કે રેલી  યોજાય તે અગાઉ જ સમર્થનમાં આવેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભાવનગર ખેડૂત સંગઠનોએ સીદસર ગામે ટ્રેકટર રેલી સ્વરૂપે કૃષિ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ, ખેડૂત સંઘર્ષ સમિતી દ્વારા દિલ્હી ખાતે કૃષી કાયદાના વિરોધમાં અનેક દિવસોથી ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. 

જેના અનુસંધાને આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે આ ટ્રેક્ટર રેલીએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. જેના કારણે દેશને સમગ્ર વિશ્વમાં નીચું જોવુ પડે તેવી સ્થિતી આંદોલનનાં નામે કેટલાક તોફાની તત્વોએ લાવી દીધી હતી. ખેડૂત સંગઠનો દ્વારા કૃષી કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનને સમર્થન આપતા જણાવ્યું કે, જે પ્રમાણે આઝાદ દેશમાં ખેડૂતો પર દમન થઇ રહ્યું છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારા વડાપ્રધાન ખેડૂત પાયમાલ થાય તેવા કાળા કાયદાઓ લાવી રહ્યા છે. 

સીદસર ગામે ટ્રેક્ટર રેલીના આયોજન અગાઉ 4 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું. જો કે વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનનું બહાનું બનાવીને મંજુરી આપી નહોતી. જેના પગલે રેલી કાઢવા માટે એકત્ર થયેલા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રેલી માટે એકત્ર થયેલા અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન કાર્યકરોનું પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું. જય જવાન જય કિસાનનાં નારા સાથે તેઓ પોલીસ વાનમાં બેઠા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news