150 ફૂટ ઉંડી ખીણમાં પરણીત પ્રેમિકાએ પ્રેમી સાથે રાત વિતાવી, સવારે તંત્રએ રેસ્ક્યું કરી બહાર કાઢ્યા, જાણો શું છે સમગ્ર મામલો

પાવાગઢ મંદિરે બાધા પૂરી કર્યા બાદ નીકળી વખતે પગ લપસ્યો ને ખીણમાં ખાબક્યાં, આખી રાત ડરમાં વિતાવી, સવારે ફોન મળતાં 108ને જાણ કરી હતી અને રેસ્ક્યૂ કામગીરી હાથ ઘરવામાં આવી હતી.
 

150 ફૂટ ઉંડી ખીણમાં પરણીત પ્રેમિકાએ પ્રેમી સાથે રાત વિતાવી, સવારે તંત્રએ રેસ્ક્યું કરી બહાર કાઢ્યા, જાણો શું છે સમગ્ર મામલો

ઝી બ્યુરો/પંચમહાલ: યાત્રાધામ પાવાગઢની તળેટી વિસ્તારમાંથી યુવક અને મહિલાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રીથી ઊંડી ખીણમાં ખાબકેલા યુવક અને મહિલાનું વહેલી સવારે લોકેશન ટ્રેસ થતા સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટિમો દ્વારા વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે દિલધડક રેસ્ક્યુ હાથ ધરી બંનેને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરી બચાવી લેવાયેલા બંને ઇજાગ્રસ્તને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

યાત્રાધામ પાવાગઢ ખાતે સાથે દર્શનાર્થે આવેલા એક યુવક અને પરણિત સ્ત્રી ને ડુંગર પર ચડી મજા માણવા જવી ભારે પડી છે.દર્શન બાદ સાંજ ના સમયે તળેટી વિસ્તાર માં આવેલ હેલિકલ વાવ ના પાછળ ના ભાગે ડુંગર પર ચઢી કુદરતી સૌંદર્ય ની મજા માણી રહેલા યુવક અને મહિલા નો પગ લપસી જતા અંદાજીત 100 ફૂટ ઊંડી ખીણ માં પાણી અને કાદવ વચ્ચે ગરકાવ થઈ ગયા હતાં.આટલી ઊંચાઈ એ થી નીચે પટકાતા બંને ને કમ્મર અને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થતા પોતના સ્થળે થી ખસી શકે તેવી પણ સ્થિતિ નહોતી.યુવક સાથે રહેલો મોબાઈલ પણ રાત્રી ના અંધકાર માં ક્યાંક ખોવાઇ ગયો હતો.

આખી રાત ભારે વેદનાઓ અને ડર વચ્ચે પસાર કર્યા બાદ વહેલી સવારે માટી માં ગરકાવ થયેલ મોબાઈલ શોધી યુવકે 108 ને કોલ કર્યો હતો. 108ના કર્મચારીઓ 2 કલાક જેવી મહેનત કરવા છતાં લોકેશન ટ્રેસ ન થતા આખરે પાવાગઢ પોલીસ ને જાણ કરતા યુવક અને મહિલાને શોધવા માટે પોલીસ ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું હતું.આખરે વહેલી સવાર ના 7 વાગ્યા થી હાથ ધરાયેલ સર્ચ ઓપરેશન માં 5 કલાક બાદ વિષમ પરિસ્થિતિ વચ્ચે સફળતા મળતા ખીણ માં પડેલા યુવક અને મહિલા ને શોધી કાઢવામાં સફળતા મળી હતી. 

અંદાજીત 100 ફૂટ ઊંડી ખીણ માં ગરકાવ થયેલ યુવક અને મહિલા ને રેસ્ક્યુ કરી બહાર કાઢવા માટે હાલોલ ફાયર ફાઈટર ની ટિમ પોલીસ જવાનો સાથે ખીણ માં ઉતરી હતી.યુવક અને મહિલા ને સ્ટ્રેચર સાથે બાંધી ને ખૂબ જ દુર્ગમ કહી શકાય તેવા સ્થળે થી બહાર કાઢવા માં આવ્યા હતાં.દિલધડક રેસ્ક્યુ હાથ ધરતા ફાયર અને પોલીસ ના જવાનો એ જીવ ની પરવા કર્યા વિના બંને ને બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

ખીણમાં પડેલ યુવક નું નામ કિસન રમેશ ઠાકોર છે. જ્યારે મહિલાનું નામ પાર્વતીબેન અજમેર મકવાણા છે. બંને ગાંધીનગર નજીક કલોલ તાલુકાના હોવા નું સામે આવ્યું છે. યુવક અપરણિત છે. જ્યારે મહિલા પરણિત છે. ઇજાગ્રસ્ત યુવકે કબુલ્યું છે કે તેઓ બંને પ્રેમી છે અને માનતા પુરી કરવા માટે પાવાગઢ ખાતે આવ્યા હતા. 

જો કે ડુંગર પર આટલે દૂર અને દુર્ગમ સ્થળે કેવી રીતે પહોંચ્યા તે અંગે નાટકીય જવાબ આપતા યુવકે નાસ્તો કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. હાલ બંને ઇજાગ્રસ્ત ને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આવા પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે અને શા માટે પહોંચ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news