આગામી 3 દિવસ ખુબ જ ભારે! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં સંભળાશે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા

Gujarat Monsoon 2022: હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

આગામી 3 દિવસ ખુબ જ ભારે! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં સંભળાશે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભાદરવો મહિનામાં મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના લિલિયામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 

13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરને સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં વાસણા, પાલડીમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. રાણીપ, નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંય પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડ પર જણાયા હતા. ગોતા બ્રિજ અને વંદે માતરમ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news