Eklavya School bus gets stuck in water in Ahmedabad
Ahmedabad Rains: છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ગઈ કાલે પણ મેઘાએ અમદાવાદને ધમરોળ્યું હતું અને આજે પણ અવિરત વરસાદ ચાલુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થઈ ગયા છે. હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
building collapse near panchkuva darwaja ahmedabad
Ahmedabad News: અમદાવાદ સહિત ગુજરાતના અનેક ભાગોમાં ગઈ કાલથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ગઈ કાલે સાંજે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો અને આજે પણ વરસાદે રંગ દેખાડયો છે. શહેર કોટડા વિસ્તાર પાંચકૂવા દરવાજા પાછળ લાલાભાઈની બારીમાં આવેલું એક મકાન તૂટી પડ્યું જેમાં એકનું મોત નિપજ્યું છે.
Ahmedabad Rains: જે પ્રમાણે આગાહી હતી એ રીતે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં મૂસળધાર વરસાદ તૂટી પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની ભીતિ છે. ગુજરાતમાં લો પ્રેશરથી ફરી વરસાદની ચેતવણી અપાઈ છે. છત્તીસગઢ ઉપર સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત તરફ વાદળો છવાયા છે અને વરસાદની નવી સિસ્ટમ સર્જાઈ છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જેને સ્માર્ટ સિટી પણ કહેવામાં આવે છે. પરંતુ તાજેતરમાં આવેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે, ચાર દિવસ થવા છતાં અમદાવાદના અનેક પોશ વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે.
Ahmedabad Rains: અમદાવાદમાં આજે ફરીથી વરસાદ ચાલુ થયો છે. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારે 6 વાગે મોટા વરસાદી ઝાપટા શરૂ થયા હતા. એક કલાકમાં થલતેજમાં સૌથી વધુ વરસાદ 1.69 ઈંચ ખાબક્યો હતો. સાયન્સ સિટીમાં 1.67 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના 21 જેટલા વિસ્તારોમાં સીઝનનો 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
Ahmedabad Rains: અમદાવાદમાં વરસાદે રવિવારે થોડો પોરો ખાધા બાદ સોમવારથી ફરીથી ધબધબાટી ચાલુ કરી છે. આજે પણ અમદાવાદ ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી મહત્વની સૂચના પણ જાહેર કરાઈ છે.
Ahmedabad News:અમદાવાદ શહેરમાં પડેલા સરેરાશ 11 ઈંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતાં કાર અને ટુ-વ્હીલર સહિત અંદાજે 19 હજાર વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાં 4,000થી વધુ કાર અને 12,000થી વધુ ટુ-વ્હીલરો સામેલ છે. પશ્ચિમ વિસ્તારો તેમજ સોસાયટીઓ અને કોમર્શિયલ બિલ્ડિંગોના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતાં અનેક વાહનો ડૂબી ગયાં હતાં. હાલ વાહન માલિકો દ્વારા વીમો પાસ કરાવવા માટે સર્વિસ સ્ટેશનો અને વીમા કંપનીઓ પાસે પૂછપરછનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
Ahmedabad Heavy Rains:અમદાવાદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. ખાસ કરીને પશ્ચિમ અને ઉત્તર અમદાવાદમાં અવિરત પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરના 15થી વધુ મુખ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહનચાલકો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.
Ahmedabad HeavyRains: શનિવારની મધરાતે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. રાત્રે ૧૨ થી ૨ વાગ્યાના ટૂંકા ગાળામાં જ આકાશી આફત વરસી પડતા શહેર પાણી-પાણી થઈ ગયું હતું. માત્ર બે કલાકમાં સરેરાશ પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અડધાથી લઈને ૩ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
Delivery Boy Extraordinary Effort In Heavy Rain: Zomato ડિલિવરી બોયનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. જેમાં ડિલીવરી બોય કમર સુધી પાણીમાં હોવા છતાં ડિલિવરી કરતો જોવા મળે છે. કોમેન્ટ સેક્શનમાં લોકો Zomato તરફથી આ વ્યક્તિ માટે ઈનામની માંગ પણ કરી રહ્યા છે
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા નાવકાસ્ટ બુલેટિનમાં અમદાવાદ શહેરમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હાલમાં ચોમાસાની શરૂઆતમાં અમદાવાદમાં પડેલ 7થી 8 ઇંચ વરસાદમાં શેલા વિસ્તારમાં અમુક જગ્યાએ રોડ પર વરસાદી પાણી તથા ગટરના પાણી ભરાવા અંગેનો સમસ્યા સંદર્ભે ઓડા દ્વારા ટૂંકા ગાળાનું આયોજન કરી સદર સમસ્યાનું નિવારણ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Ahmedabad Heavy Rains: આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સુરત,નવસારી,વલસાડ,દાદરા નગરહવેલી, જામનગર,પોરબંદર,જૂનાગઢ,દ્વારકા તેમજ કચ્છ-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
Gujarat Monsoon 2024:ચોમાસાનો પ્રારંભ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જોઈ શકાય છે. તમામ જિલ્લામાં મેઘરાજાની જમાવટના આ દ્રશ્યો જુઓ. ડાંગથી લઈ ભરૂચ સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા..
As per IMD's prediction, parts of Ahmedabad receiving rain showers since early morning
Ahmedabad Heavy To Heavy Rains: આગામી ત્રણ કલાક અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરના ઉત્તર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.
Gujarat Monsoon 2022: હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
Gujarat Rains: હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું હોવાથી બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ બનશે. સાથે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારના માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે.
Ahmedabad Rains : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી હોવા છતાં કારમાં લાગી આગ
હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે.