6 કલાકમાં વરસાદે રાજકોટને ધમરોળ્યું, આખી રાત 7 ઈંચ વરસાદ પડ્યો, અનેક વિસ્તારો પાણી-પાણી
સૌરાષ્ટ્ર પર હાલ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાતભરમાં રાજકોટમાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે આખી રાત મેઘરાજા વરસ્યા છે. જેને કારણે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્ર પર હાલ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાતભરમાં રાજકોટમાં મન મૂકીને વરસાદ વરસ્યો છે. રાતના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગાજવીજ સાથે આખી રાત મેઘરાજા વરસ્યા છે. જેને કારણે રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
રાજકોટ શહેરમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું છે. મોડી રાત્રે ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાત્રીના 12.30 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર 6 કલાકમાં જ વરસાદે સમગ્ર રાજકોટને ધમરોળ્યું હતું. રાજકોટમાં 6 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો એક કલાકમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. રાત્રિના 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. 12.30 થી 2 કલાક દરમિયાન વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ, સમગ્ર રાતથી લઈને સવાર સુધીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેને પગલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શ્રાવણ મહિના બાદ ભાદરવા મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ આવા વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. કપાસ અને મગફળી સહિતના પાક પર જરૂરિયાત મુજબ વરસાદ થતાં ખેડૂતો માટે આ ક્ષણ બહુ જ આનંદદાયક બની રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે