જે કઈ 'પડોશી દેશ'ના કબ્જામાં છે તે આપણી પાસે આવી જશે: રામ માધવ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે સ્પષ્ટપણે કહી દીધુ છે કે જે પણ કઈ આપણા પડોશીના કબ્જામાં છે તે આપણું છે અને તે આપણને મળી જશે.

જે કઈ 'પડોશી દેશ'ના કબ્જામાં છે તે આપણી પાસે આવી જશે: રામ માધવ

કોચ્ચિ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે સ્પષ્ટપણે કહી દીધુ છે કે જે પણ કઈ આપણા પડોશીના કબ્જામાં છે તે આપણું છે અને તે આપણને મળી જશે. રવિવારે એક કાર્યક્રમમાં રામ માધવે દેશના લોકોને અપીલ કરતા કહ્યું કે ભારતીય હોવાના કારણે આપણી જવાબદારી છે કે આપણે  કાશ્મીરના લોકો સાથે જોડાઈએ. 

'નવું ભારત નવું કાશ્મીર' પર આયોજિત એક કાર્યક્રમમાં રામ માધવે કહ્યું કે કાશ્મીરના લોકો સાથે જોડાવવું એ પ્રત્યેક ભારતીયની જવાબદારી છે. કારણ કે છ દાયકા સુધી તેમના મનમાં ભાગલાવાદી વિચાર ભરી દેવાયા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય હોવાના કારણે આપણે કાશ્મીરને પાકિસ્તાનના ચશ્માથી જોવું જોઈએ નહીં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કાશ્મીરના મુદ્દાને લઈને રામ માધવ ઉગાઉ પણ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા રહ્યાં છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે પડોશી દેશ જમ્મુ અને કાશ્મીરના તે વિશેષ દરજ્જાને હટાવવા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્રના નિર્ણય પર પ્રતિક્રિયા આપવા માટે કોઈ 'લોકલ સ્ટેન્ડ' નહતું. માધવે કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે, આવામાં પાકિસ્તાનને તેના પર બોલવાનો કોઈ હક નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news