ડ્રગ્સ માફિયા સામે ગૃહ વિભાગની ખાસ કવાયત, ડ્રગ્સ-હેરોઈન શોધવા એજન્સીઓનું જોઈન્ટ ઓપરેશન

ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજ્યની એજન્સીઓ જોઈન્ટ ઓપરેશન્સ કરશે. ATS, DRI અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન કરશે. જેમાં ગુજરાતના વિવિધ પોર્ટ, એરકાર્ગો અને પોર્ટ પર વર્ષોથી બંધ પડી રહેલા કન્ટેઈનરની પણ તપાસ શરૂ કરાશે

ડ્રગ્સ માફિયા સામે ગૃહ વિભાગની ખાસ કવાયત, ડ્રગ્સ-હેરોઈન શોધવા એજન્સીઓનું જોઈન્ટ ઓપરેશન

ઉદય રંજન, અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  ક્યારે એમડી ડ્રગ્સ મળે છે તો ક્યારેક મેથાફેટામાઈન મળે છે. જો કે, ગૃહ વિભાગ તેમજ ગુજરાત પોલીસ દ્વારા આ ડ્રગ્સના વેચાણ અટકાવવા અને તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે મહા અભિયાન શરૂ કરાશે.

પોલીસ અને ગૃહ વિભાગનો સતત એવો પ્રયત્ન હોય છે કે રાજ્ય બહારથી આવતા ડ્રગ્સને પકડી પાડવું અને તેઓ ડ્રગ્સને પકડી પાડવામાં સફળતા પણ મેળવતા હોય છે. તેમ છતાં રાજ્યમાં નાના- મોટા ડ્રગ્સ ડિલરો ક્યાંકને ક્યાંક ડ્રગ્સનું વેચાણ કરતા હોય છે. ત્યારે આ ડ્રગ્સ કોણ લઇને આવે છે અને રાજ્યમાં ક્યાંથી ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેને લઇને પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ પર વધુ સકંજો કસવા અને ડ્રગ્સ અને હેરોઈન શોધવા અભિયાન શરૂ કરાશે.

ત્યારે ગુજરાતના કોઈપણ ખૂણે ડ્રગ્સ ન મળવું જોઇએ અને ડ્રગ્સના દૂષણને ડામવા ગૃહ વિભાગ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજ્યની એજન્સીઓ જોઈન્ટ ઓપરેશન્સ કરશે. ATS, DRI અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન કરશે. જેમાં ગુજરાતના વિવિધ પોર્ટ, એરકાર્ગો અને પોર્ટ પર વર્ષોથી બંધ પડી રહેલા કન્ટેઈનરની પણ તપાસ શરૂ કરાશે. આ ઉપરાંત GIDC અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે મેગા ઓપરશન કરીને 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું. પાકિસ્તાનથી આવતી બોટમાંથી 56 કિલો ડ્રગ્ઝ ઝડપાયું હતું. કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS નું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યુ હતું. જેમાં નાપાક પાકિસ્તાનની સૌથી મોટી પોલ ખુલી હતી. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news