પશ્ચિમ બંગાળઃ વધતી કિંમતોની અસર, ચોર દુકાનમાંથી ચોરી ગયા ડુંગળીની 10 બોરી

સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિયામાં આવેલા બાસુદેવપુરના શાહ બજારમાં અક્ષય દાસ નામના ડૂંગળી-બટાકાના વેપારીની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. આ દુકાનમાંથી ચોરો ડુંગળીની 10 બોરી ચોરીને ભાગી ગયા છે.

પશ્ચિમ બંગાળઃ વધતી કિંમતોની અસર, ચોર દુકાનમાંથી ચોરી ગયા ડુંગળીની 10 બોરી

કોલકાતાઃ આભને આંબી રહેલા ડુંગળીના ભાવે સામાન્ય પ્રજાની આંખમાં પણ અશ્રુ લાવી દીધા છે. હવે એવી સ્થિતિ બની ગઈ છે કે લોકો ડુંગળી પણ લુંટવા લાગ્યા છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં આવી જ એક ઘટના જોવા મળી છે. અહીંથી લુંટારુઓ એક દુકાનનું તાળું તોડીને રૂ.50 હજારની કિંમતની ડુંગળી ચોરી ગયા છે. 

સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિયામાં આવેલા બાસુદેવપુરના શાહ બજારમાં અક્ષય દાસ નામના ડુંગળી-બટાકાના વેપારીની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. આ દુકાનમાંથી ચોરો ડુંગળીની 10 બોરી ચોરીને ભાગી ગયા છે. આ ડુંગળીની કિંમત રૂ.50 હજારની આસપાસ થવા જાય છે. 

ઉલ્લેખનીય છે કે, અત્યારે છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલોના રૂ.90થી 100 ચાલી રહ્યો છે. જેના કારણે હવે ડુંગળીની દુકાનમાં પણ ચોરી થવા લાગી છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news