લોકોના 10 કરોડ રૂપિયા પાણીમાં, સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા બનેલી હોસ્પિટલ બની ગઈ ખંડેર

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ તો બની ગયું પરંતુ ક્યારેય હોસ્પિટલ શરૂ થઈ નહીં. હવે આ બંધ પડેલી હોસ્પિટલ ખંડેર જેવી થઈ ગઈ છે અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 
 

લોકોના 10 કરોડ રૂપિયા પાણીમાં, સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલા બનેલી હોસ્પિટલ બની ગઈ ખંડેર

પ્રેમલ ત્રિવેદી, પાટણ: રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની સુવિધા અને સહુલિયત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે.. હોસ્પિટલો અને શાળાઓનું નિર્માણ કરે છે.. પરંતુ, ઘણી વખત પ્રજાના નાણાં ભ્રષ્ટાચારીઓના કારણે વેડફાય જાય છે.. આ પ્રકારની જ ઘટના પાટણમાં બની.. જ્યાં સિદ્ધપુરમાં 10 વર્ષ પહેલાં બનેલી બિનઉપયોગી હોસ્પિટલ ખંડેર બની ગઈ અને જ્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ તો સરકારે કહ્યું હવે આની જરૂર નથી.. સવાલ એ છેકે, જો જરૂર જ ન હતી તો 10 કરોડ રૂપિયાની હોસ્પિટલ શું ધૂળ ખાવા બનાવી હતી?

આ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બનેલી 18 કરોડ રૂપિયાની આયુર્વેદિક હોસ્પિટલ છે.. જેની આજની પરિસ્થિતિ અમે તમને જણાવી રહ્યા છીએ.. વિવાદિત એટલા માટે કેમ કે, આ હોસ્પિટલનું નિર્માણ થયાને 10 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે.. જેની સરકારની નજરમાં જ કોઈ વેલ્યૂ નથી.. સિદ્ધપુરમાં મોટેપાયે મેડિકલ કેમ્પસ આવેલા છે, જેમ કે ડેન્ટલ, આયુર્વેદ, FSL, કેન્સર હોસ્પિટલ તેમજ નર્સિંગ કેમ્પસ છે.. એમાંનો એક આયુર્વેદ કેમ્પસ છે, જે 2013-14ની સાલમાં બનીને તૈયાર થઇ ગયો હતો, પરંતુ એનું પઝેશન ઘણા સમય સુધી આયુર્વેદિક વિભાગે લીધું જ નહીં.. એના કારણે આ ઇમારત અવાવરૂ થઇ ગઈ છે.. ત્યાંથી નળ, વોશબેસિન સહિતનો ઘણો સામાન ચોરાઈ ગયો છે.. 

આ આયુર્વેદિક હોસ્પિટલ સિદ્ધપુરના દેથલી ગામ નજીક 15 વીઘા જમીન પર બનાવવામાં આવી હતી.. સરકારી તંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે કરોડો રૂપિયાની આ હોસ્પિટલ બીન ઉપયોગી અને ખંડેર હાલતમાં પડી છે.. રાજકીય કાવાદાને લઈને સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

કરોડો રૂપિયાની હોસ્પિટલ ખંડેર હાલત બની જતાં આ મુદ્દો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.. સિદ્ધપુરના જાગૃત નાગરિક વિકાસ પટેલે આ બાબતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને કોર્ટે આ મામલે સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે..  કોર્ટે સરકારને કહ્યું કે, એટલું જ નહીં હોસ્પિટલને ફરીથી ઉપયોગમાં લેવા સરકારે 3.54 કરોડનો ખર્ચ કરવાની પણ તૈયારી દર્શાવી છે.. 

સિદ્ધપુરની અન્ય મેડિકલ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે એ નક્કી નથી, પરંતુ સિદ્ધપુરની આયુર્વેદ હોસ્પિટલ મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ રજૂ કરી દીધો છે અને આ મામલે હવે 21 જૂનના રોજ સુનાવણી કરવામાં આવી શકે છે.. એટલે હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યા બાદ વર્ષોથી લટકી પડેલા આરોગ્યના પ્રશ્નનો નિકાલ આવે એવી સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news