ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે પકડ્યું? કેવી રીતે દુબઇથી ઓપરેટ કરતા સટ્ટાકિંગ?

ગ્રાહકોના આઇડી અને એકાઉન્ટ અંગે તપાસ કરતા આ વેબસાઈટ દુબઇ ખાતે રહેતા મીત ગુજરાત, રાજકોટના અને હાલમાં દુબઈમાં રહેતા રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર તેમજ જીમી ગોલ્ડન, ચેતન ઉર્ફે ટોમી, ધવલ દ્વારા ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું.

ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે પકડ્યું? કેવી રીતે દુબઇથી ઓપરેટ કરતા સટ્ટાકિંગ?

મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે મહિના અગાઉ કરેલી એક રેડ દરમ્યાન તપાસ કરતા ક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દુબઈ અને અન્ય દેશોમાં રહીને બુકીઓ ગુજરાતમાં ઓનલાઇન વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડી રહ્યા છે. સાથેજ અલગ અલગ બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કરે છે અને દુબઈ સુધી આ રૂપિયા પહોચે છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ક્રિકેટ સટ્ટા રમાડતા પંટરોને પકડી પાડયા હતા. જેની પાસેથી મળેલા લેપટોપ, મોબાઈલ સહિત અન્ય દસ્તાવેજોની તપાસ કરતા કરોડોના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાંચ દ્વારા વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ સતત સંયોગિક પુરાવા અને વિવિધ બેંક એકાઉન્ટની તપાસ કરતા સામે આવ્યું કે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન બનાવી અને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ દ્વારા તેનું માર્કેટિંગ કરી ગ્રાહકો સુધી આઇડી પોહચાડતાં હતા.

ગુજરાત નહીં એશિયા ભરમાં ફેલાયું છે સામ્રાજ્ય, દેશના સટ્ટાનું કપાત કરે છે આ સટોડિયો

ગ્રાહકોના આઇડી અને એકાઉન્ટ અંગે તપાસ કરતા આ વેબસાઈટ દુબઇ ખાતે રહેતા મીત ગુજરાત, રાજકોટના અને હાલમાં દુબઈમાં રહેતા રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર તેમજ જીમી ગોલ્ડન, ચેતન ઉર્ફે ટોમી, ધવલ દ્વારા ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અલગ અલગ વેબસાઈટ અને એપ્લિકેશન સંચાલક વિરુદ્ધ જુગારધારાની ફરિયાદ નોંધી હતી. દરોડા દરમ્યાન મળી આવેલા વ્યવહારો અને અન્ય સાહિત્ય પરથી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું છે કે અલગ અલગ બુકીઓ દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી નાણાકીય વ્યવહારો થતાં હતાં. 

આ ઉપરાંત આસિફ પટેલ અને કર્મેશ પટેલ દ્વારા આકાશ ઓઝાની જાણ બહાર તેના નામનું બેન્ક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. આકાશ ઓઝાની જાણ બહાર ખોટી સહી કરી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ બેન્ક એકાઉન્ટ માંથી જ ફક્ત ત્રણ મહિનામાં અબજો રૂપિયાના વ્યવહારો થયા હતાં. ખોટા બેન્ક એકાઉન્ટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાકેશ રાજદેવ, ખન્ના, આસિફ પટેલ, કર્મેશ પટેલ, હરિકેશ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોધી છે.

રાજકોટના સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ઉર્ફે RRની આ છે કરમકુંડળી: નેતાઓ સુધી રેલો પહોંચશે 

બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી મેહુલ પુજારાએ ક્રિકેટ સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતી અલગ અલગ વેબસાઈટના આઇડી પાસવર્ડ મેળવવા માટે ટેલીગ્રામ ગૃપ ઉપર ઓનલાઈન જઈ વોટ્સએપ નંબર મેળવી ઓનલાઈન આઈડી મેળવવા માટે તેના ઉપર વૉટ્સએપ મેસેજથી સંપર્ક કરતા સામેથી ટેલીગ્રામ લીંકના એડમીન દ્વારા નોવા એન્ટરપ્રાઇઝ, શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ અને સુખસાગર હોલીડેઝ નામથી બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યા હતા. 

જેથી આરોપી મેહુલ પુજારાએ તેના મિત્ર નયન ઠક્કરને ત્રણેક મહિના પહેલા સુખસાગર હોલીડેઝ નામના બેંક ખાતામાં 70 હજાર રોકડ રકમ ટ્રાન્સફર આપી જમા કરાવી ઓનલાઈન સટ્ટાની આઇડી તથા પાસવર્ડ મેળવ્યા હતા. આ ત્રણ એકાઉન્ટ પોલીસે તપાસ કરતા એલેક્ષ મલ્ટીટ્રેડીંગ, વિનાયક ઇલેકટ્રોનીક, સાગર એન્ટરપ્રાઇઝીઝ,  એમ.એ.ટ્રેડર્સ, આર્યન એન્ટરપ્રાઇઝ, અમીત ટ્રેડર્સ, રજત એન્ટરપ્રાઇઝીસ, અક્ષત મલ્ટીટ્રેડીંગ, સાઇજી એન્ટરપ્રાઇઝીસનાં બેંક ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્જેકશન થયાનું સામે આવ્યું છે.

અબજોની હેરાફેરીના આંકડાઓ અને સટ્ટાની માસ્ટરી જોઈ પોલીસ ચોંકી, આ રીતે રમાતો સટ્ટો

- નોવા એન્ટરપ્રાઈઝ નામના બેંક ખાતા માંથી ધારક અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં  કુલ 35,93,77,482.31 રૂપિયા ટુંકા સમયગાળામાં જમા કરાવવામા આવ્યા હતા. 

- સુખસાગર હોલીડેઝ નામના બેંક ખાતા માંથી અન્ય અલગ અલગ બેન્ક ખાતાઓમાં કુલ 7,16,74,599 રૂપિયા ટુંકા સમયગાળામાં જમા કરવામાં આવ્યા હતા..

- શ્રી શકિત એન્ટરપ્રાઇઝ નામના બેંક એકાઉન્ટ માંથી અલગ અલગ બેન્ક ખાતાઓમાં 4,56,00,000 રૂપિયા ટુંકા સમયગાળામાં જમા કરાવવામાં આવ્યા છે. 

- આકાશ ઓઝાના બેંક ખાતાની મળેલ માહીતી જોતા 5 એપ્રિલ 2022 નાં રોજ તેનું બેન્ક એકાઉન્ટ ઓપન થયું હતું. બીજી તરફ અન્ય 11 બેન્ક એકાઉન્ટ માંથી કુલ ક્રેડીટ એમાઉન્ટ રૂપિયા  3.748,93,63,291,43 અને ડેબીટ એમાઉન્ટ રૂપિયા 664,47,53,468080 મળી કુલ્ રૂપિયા 3.1414,41,16,560.23 ના ટ્રાન્ઝેકશન થયેલ હોવાનુ સામે આવ્યું છે. 

આકાશ ઓઝાની આશરે એકાદ વર્ષ પહેલા આશીક ઉર્ફે દિવ પટેલ અને કર્મેશ પટેલ સાથે ઓળખાણ થઈ હતી અને આશીક તથા કર્મેશ પટેલ દ્વારા આકાશ ઓઝાને બેંકમાં સારી ઓળખાણ હોવાનું જણાવી લોન મેળવી આપવા માટે આકાશ પાસેથી દસ્તાવેજો લીધા હતા. આકાશ ઓઝાએ એકાઉન્ટ ખોલાવ્યુ નથી કે જે એકાઉન્ટ ઓપનીંગ ફોર્મમાં તેણે સહી પણ કરી નથી. આ એકાઉન્ટ કર્મેશ પટેલ તથા આશીક પટેલે દ્વારા ખોલાવવામા આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને આ એકાઉન્ટનો  ઉપયોગ હરીકેશ પટેલ કરતો હતો. આ એકાઉન્ટનો ઉપયોગ રાકેશ રાજદેવ તથા ખન્નાજીની સૂચના મુજબ ઓપરેટ કરવામાં આવતું હતું. 

આ બંને અન્ય કેટલીય વ્યકિતઓના નામે બોગસ એકાઉન્ટ તથા બોગસ કંપનીઓ ખોલાવી સટ્ટાના કારોબારના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા ઉપયોગ કરે છે તેની વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસે રાકેશ અને ટોમી ઊંઝા સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે. ત્યારે પોલીસે કરોડોના વ્યવહાર અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે

Trending news