કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, બદનક્ષી કેસને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી

રોહન ગુપ્તા કોગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન હતા. હાલ રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા છે. અમિત શાહ વિરુદ્ધ ટીપ્પણી કરતા રાહુલ ગાંધી સામે અમદાવાદ કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, બદનક્ષી કેસને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી

આશ્કા જાની/અમદાવાદ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીના કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે મેટ્રો કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવા હાઈકોર્ટમાં અરજદારે રજુઆત કરી હતી. આ અરજીમાં રાહુલ ગુપ્તાની જુબાની ખૂબ મહત્વની હોવાની અરજદારે રજુઆત કરી છે. 22 માર્ચે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે.  

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીના કેસમાં રોહન ગુપ્તાની જુબાની લેવાની અરજી મેટ્રો કોર્ટે ફગાવી હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં અરજદારે હુકમને પડકાર્યો છે. તમને જણાવી દઈએ કે રોહન ગુપ્તા કોગ્રેસના ઓલ ઇન્ડિયા સોશિયલ મીડિયા ચેરમેન હતા. હાલ રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા છે. અમિત શાહ વિરુદ્ધ ટીપ્પણી કરતા રાહુલ ગાંધી સામે અમદાવાદ કોર્ટમાં ફરિયાદ નોંધાઇ છે. 

લોકસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી સામે ભાજપના કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. રાહુલ ગાંધીએ પણ મેટ્રો કોર્ટમાં હાજર રહીને જુબાની આપી છે.  અરજદારે અરજીમાં જણાવ્યું છે કે, બદનક્ષીના કેસમાં કોંગ્રેસના હાલના પ્રવક્તા રોહન ગુપ્તાની જુબાની મહત્વની છે. 
 

Trending news