પીધેલાઓની ખેર નહીં! થર્ટી ફર્સ્ટે પાર્ટીના મૂડમાં હોય તો માંડી વાળજો, જાણો ગુજરાત પોલીસનો ફૂલપ્રૂફ પ્લાન

Ahmedabad New Year Celebration: ગુજરાત પોલીસના તમામ એકમોને તૈયાર રાખવામાં આવ્યા છે. ગુજરાતના લોકો ઉલ્લાસથી ઉજવણી કરે તે માટે પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા કરાઈ છે. 

પીધેલાઓની ખેર નહીં! થર્ટી ફર્સ્ટે પાર્ટીના મૂડમાં હોય તો માંડી વાળજો, જાણો ગુજરાત પોલીસનો ફૂલપ્રૂફ પ્લાન

ઉદય રંજન/અમદાવાદ: રવિવારે દેશભરમાં 31મી ડિસેમ્બર ની ઉજવણી કરવામાં આવશે. તેવામાં 31મી ડિસેમ્બર અન્વયે રાજ્ય પોલીસને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત પોલીસના તમામ એકમોને તૈયાર રાખવામાં આવ્યા છે. ગુજરાતના લોકો ઉલ્લાસથી ઉજવણી કરે તે માટે પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા કરાઈ છે. 

વાહન ચેકીંગમાં તાલીમ બદ્ધ સ્નિફર ડોગનો કરાશે ઉપયોગ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ 2 દિવસ પહેલા જ તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને એસ.પી સાથે વિડીયો કોન્ફરન્સ થકી સૂચના અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં 3 હજાર જેટલા બ્રેથ એનલાઈઝર, 14 ડ્રગ ટેસ્ટિંગ કીટ અને 50થી વધુ ઈન્ટરસેપ્ટર ઉપયોગ કરવામા આવશે, સાથે જ વાહન ચેકીંગમાં તાલીમ બદ્ધ સ્નિફર ડોગનો પણ ઉપયોગ કરાશે. 

પોલીસ હોટલ, લોજ માલિકો સાથે મિટિંગ કરશે
ભૂતકાળમાં બનેલી અમુક બનાવોને ધ્યાને રાખીને પોલીસે હોટલ, લોજ માલિકો સાથે મિટિંગ કરીને શંકાસ્પદ વ્યક્તિની જાણ કરવા સૂચન કર્યું છે. નાગરિકોને અગવડ ન પડે તે માટે ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી જેમાં PI, PSI, SHOને કાયમી નંબરની ફાળવણી કરાઈ છે. જેથી લોકો સરળતાથી તેઓનો સંપર્ક કરી શકે. 

મીડિયાનું ખાસ મોનીટરીંગ કરવામાં આવશે
31મીએ સોશિયલ મીડિયાનું ખાસ મોનીટરીંગ કરવામાં આવશે. સાથે જ તમામ એકમોના કંટ્રોલ રૂમમાં એક વરિષ્ઠ અધિકારી મોડી રાત સુધી ઉપસ્થિત રહેશે. રાજ્યમાં વધુમાં વધુ પોલીસનો બંદોબસ્ત સાંજે રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. અને ભીડભાડવાળી જગ્યા ઓ પર ટ્રાફિક પોલીસ મુકવામાં આવશે. 

ક્રાઈમ બ્રાન્ચ અને ATS ને પણ એલર્ટ રહેવા સૂચન
યુવતીઓની સલામતી માટે શી ટીમ અલગ અલગ જગ્યાઓ પર ખાનગી ડ્રેસમાં હાજર રહેશે અને મહિલા હેલ્પ ડેસ્ક પણ સતત કાર્યરત રહેશે. રાજ્ય પોલીસ દ્વારા અલગ અલગ પોઇન્ટ પર પોકેટ કોપ ની મદદથી ચેકીંગ કરશે. 31મી ને લઈને કોઈ ઈનપુટ ગુજરાત પોલીસને મળ્યા નથી છતાં ક્રાઈમ બ્રાન્ચ અને ATS ને પણ એલર્ટ રહેવા સૂચન કરાયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news