LAC પર તણાવ માટે ચીનને ભારતને ગણાવ્યું જવાબદાર, રાજનાથ સિંહે આપ્યો આવ્યો જવાબ
ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટવાના બદલે દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે. શનિવારે (5 સપ્ટેમ્બર)ને ચીની રક્ષા મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડ્રેગને સીમા પર વિવાદ માટે સંપૂર્ણપણે ભારતને જવાબદાર ગણાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટવાના બદલે દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે. શનિવારે (5 સપ્ટેમ્બર)ને ચીની રક્ષા મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડ્રેગને સીમા પર વિવાદ માટે સંપૂર્ણપણે ભારતને જવાબદાર ગણાવ્યું છે. ચીને કહ્યું કે 'ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર હાલના તણાવનું શું કારણ છે અને શું સત્ય છે એ ખૂબ જ સ્પષ્ટ છે અને તેની પુરી જવાબદારી ભારતના ઉપર છે.
તમને જણાવી દઇએ કે શુક્રવારે (4 સપ્ટેમ્બર)ને સીમા પર તણાવને લઇને ચીની રક્ષા મંત્રી અને રાજનાથ સિંહ વચ્ચે લગભગ અઢી કલાક બેઠક ચાલી, તેમછતાં ડ્રેગન એકવાર ફરી પોતાના દાદાગીરી બતાવતાં બાજ આવતું નથી. એટલું જ નહી, ચીને ધમકી ભરેલા ટોનમાં એમ પણ કહ્યું કે ચીની સેના પોતાની જમીનની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ચીની રક્ષા મંત્રી વેઇ ફેંગહી (Wei Fenghe)એ કહ્યું, 'ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવના કારણે બિલકુલ સ્પષ્ટ છે, ભારત તેના માટે સંપૂર્ણપણે જવાબદાર છે. ચીનની જમીન પર કબજો ન કરી શકાય. ચીનની સેના ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવામાં સક્ષમ છે.''
ચીને કહ્યું ''ભારત ફ્રન્ટ લાઇન પર તૈનાત સૈનિકો પર નિયંત્રણ રાખશે. હાલ LAC પર કોઇ પ્રકારે ઉશ્કેરીજનક કાર્યવાહી નહી કરે. કોઇપણ એવું પગલું નહી ભરે. જેથી ત્યાં માહોલ ગરમ થાય અને જાણીજોઇને સનસની પેદા કરનાર સૂચનાઓ નહી આપે.'' ચીની મંત્રાલયના નિવેદન બાદ ભારત તરફથી પણ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી છે.
ચીની રક્ષા મંત્રીને રાજનાથ સિંહ આપ્યો જવાબ
ચીની રક્ષા મંત્રાલયના જવાબમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 'હાલની સ્થિતિમાં બંને દેશો માટે બોર્ડૅર પર શાંતિ અને સહજ માહોલની જરૂરિયાત છે. આપણે તમામ સ્તર પર વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા જોઇએ, ભલે તે સૈન્ય વાર્તા હોય કે પછી કૂટનીતિક અને સંવાદ તથા સંપર્ક સાથે વાતચીત કરીને ઉકેલવા જોઇએ'. રાજનાથ સિંહે આ વાત પોતાના સત્તાવાર ટ્વિટર પર લખી. રાજનાથ સિંહે આગળ કહ્યું કે ભારતીય સેના વીરોની સેના છે, દરેક પડકાર માટે સદૈવ તૈયાર છે. અમારા માટે રાષ્ટ્ર સર્વોપરિ છે. ભારતીય સેના દરેક પડકાર માટે સક્ષમ, સમર્થ છે અને પૂર્ણતયા પ્રભાવશાળી પણ.
Raksha Mantri conveyed that the two sides should continue their discussions, including through diplomatic and military channels, to ensure complete disengagement and de-escalation and full restoration of peace and tranquillity along the LAC at the earliest.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) September 5, 2020
ભારતના કૂટનીતિક ચક્રવ્યૂહમાં ફસાયું ચીન
આ દરમિયાન ચીન (China) ના રક્ષા મંત્રી વેઇ ફેંગે (Wei Fenghe) પણ ત્યાં હાજર હતા પરંતુ ચીનની સૌથી મોટી બેચેની ભારતને લઇને જોવા મળી. અને ત્યાં તો સતત રક્ષામંત્રી રાજનાથ સિંહને તાકી તાકીને જોઇ રહ્યા હતા. રશિયાના રક્ષા મંત્રી પણ સામેની તરફ જોઇ રહ્યા હત. પરંતુ સંપૂર્ણ બેઠક દરમિયાન ચીની મંત્રી ફેંગેની નજર ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ તરફથી હટી રહી ન હતી. એટલે કે સ્પષ્ટ છે કે ચીન કયા પ્રકારે વાતચીત કરવા માટે ઉતાવળું છે. એટલે કે કાલ સુધી યુદ્ધની ધમકી આપનાર ચીનનું હદય પરિવર્તન ભારતની એક મોટી કૂટનીતિક સફળતા ગણવામાં આવી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે