પુત્રની સગાઇ જવા માટેનું ભાડુ કોણ આપશે તે મુદ્દે માથાકુટ થતા પતિએ પત્નીને ગેલેરીમાંથી ફેંકી દીધી

પતિ પરમેશ્વર કહેવાય છે પરંતુ ઘર કંકાસ એ એવો કંકાસ છે કે જો એક વખત ઘરમાં શરૂ થાય તો એનું પરિણામ ખુબજ ગંભીર આવે છે, જેમાં ઘણા ઘર બરબાદ પણ થઈ ચુક્યા છે અને ઘણી વખત ઘરના વ્યક્તિને જીવ પણ ગુમાવવાનો વખત આવે છે ક્યારેક તો ઘરનો જ કોઈ વ્યક્તિ હત્યા સુધીનું પગલું ભરી લે છે. આવીજ એક ઘટના બની  છે ધોરાજીમાં કે જ્યાં પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ શરૂ થયો અને પતિએ પોતની પત્નીની હત્યા કરી નાખી.

પુત્રની સગાઇ જવા માટેનું ભાડુ કોણ આપશે તે મુદ્દે માથાકુટ થતા પતિએ પત્નીને ગેલેરીમાંથી ફેંકી દીધી

દિનેશ ચંદ્રાવાડીયા/ધોરાજી : પતિ પરમેશ્વર કહેવાય છે પરંતુ ઘર કંકાસ એ એવો કંકાસ છે કે જો એક વખત ઘરમાં શરૂ થાય તો એનું પરિણામ ખુબજ ગંભીર આવે છે, જેમાં ઘણા ઘર બરબાદ પણ થઈ ચુક્યા છે અને ઘણી વખત ઘરના વ્યક્તિને જીવ પણ ગુમાવવાનો વખત આવે છે ક્યારેક તો ઘરનો જ કોઈ વ્યક્તિ હત્યા સુધીનું પગલું ભરી લે છે. આવીજ એક ઘટના બની  છે ધોરાજીમાં કે જ્યાં પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ શરૂ થયો અને પતિએ પોતની પત્નીની હત્યા કરી નાખી.

શું છે ઘટના ? કોણે કરી પત્નીની હત્યા?
આજે સવારે 6 વાગ્યે ધોરાજીની ચિસ્તીયા કોલોનીમાં એક ઘટના બની. જેમાં એક પતિએ તેની પત્નીને પોતે જ્યાં રહેતા હતા તે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ધક્કો મારીને ફેંકી દીધી હતી. જેને લઈને પત્નીનું ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાજ મોત થયું હતું.ધોરાજીના ચિસ્તીયા કોલોનીના એપાર્ટમેન્ટની એક વિંગના ચોથા માળેથી એક સ્ત્રીનો નીચે પડવાનો આવાજ આવ્યો અને અહીં લોકો ભેગા થઈ ગયા. એપાર્ટમેન્ટના 4 થા માળેથી નીચે પડનાર સ્ત્રી હતી ઝીનતબેન ઈમ્તિયાઝ દલાલ, અને અહીં તેઓ વર્ષોથી રહે છે. પરિવારમાં 2 પુત્રો છે. મોટો 20 વર્ષનો પુત્ર હૈદરાબાદ રહે છે અને એક તેની સાથે રહે છે. બનેલ ઘટના મુજબ આજે સવારે ઝીનતબેન તે એપાર્ટમેન્ટના જે માળ ઉપર રહે છે તેની બાલ્કનીમાં બેઠા હતા, ત્યારે તેના પતિએ પાછળ થઇ આવીને ધક્કો મારીને નીચે ફેંકી દીધી હતી. ઝીનતબેન નીચે પડતા ગંભીર રીતે ઘવાયા હતા અને તેને ધોરાજી સરકારી હોસ્પિટલે લઈ જતા સારવાર મળે તે પહેલાજ મોત કરુણ થયું હતું. 

શા માટે પતિ એ તેની પત્નીની હત્યા કરી?
ઝીનત અને ઈમ્તિયાઝ છેલ્લા 23 વર્ષથી વધુ લગ્ન જીવનમાં બંધાઈ ગયા હતા. ખુશહાલ પરિવાર હતો. 20 વર્ષનો મોટો પુત્ર થઇ ગયો હતો અને તેને હવે પરણવાનો હતો અને તેની સગાઇ માટેની વાત ચાલતી હતી અને સગાઇ નક્કી થઇ ગઈ હતી. થોડા દિવસમાં પરિવારમાં ખુશીનો વધુ ઉમેરો થવાનો હતો. પુત્રની સગાઇ થાય તે પહેલા જ પરિવારને કોઈની નજર લાગી હોય તેમ પિતા અને પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી. 23 વર્ષથી ખુશહાલ જીવન જીવતો ઈમ્તિયાઝ અને ઝીનતના પરિવારમાં છેલ્લા 6 મહિનાથી કોઈની નજર લાગી ગઈ હોય તેવી હાલત હતી. ઝીનત અને ઈમ્તિયાઝ વચ્ચે ઝગડા ચાલી રહ્યાં હતા. રોજ કોઈને કોઈ બાબતે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ અને ઘર કંકાસ સામાન્ય બાબત બની ચુકી હતી. 

રોજે રોજ થતા ઝગડામાં વધુ એક કારણ પણ ઉમેરાયું હતું કોરોનાને કારણે ધંધા રોજગારમાં જે ઓટ આવી હતી અને તેને કારણે આવક પણ ઓછી થઇ હતી. ત્યારે પુત્રની સગાઇ માટે હવે ખર્ચની વ્યવસ્થા કરવાની હતી ત્યારે સગાઇ લઈને જવા માટે જે વાહન ભાડાનો ખર્ચ થાય તેને લઈને બંને પતિ અને પત્ની માટે વિવાદ અને ઝગડો ચાલતો હતો. રોજના ઝગડાને લઈને પતિ ઈમ્તિયાઝ ગુસ્સામાં હતો. જયારે સવારમાં તેની પત્ની ઝીનત તેના એપાર્ટમેન્ટના ઘરના રવેશમાં બેઠી હતી, ત્યારે તેને તેણે ધક્કો મારીને નીચે ફેંકી દેતા ઝીનતનું ઘટના સ્થળે કમકમટીભર્યુ મોત થયું હતું.

ઈમ્તિયાઝ તેની પત્ની ઝીનતની હત્યા કરીને તરતજ ધોરાજી પોલીસમાં હાજર થઇ ગયો હતો. પોતે કરેલી ભૂલ અને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. ધોરાજી પોલીસે ઈમ્તિયાઝને પકડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે. હાલ તો ઘર કંકાસે એક હસતું ખેલતું lને ખુશહાલ પરિવારને વેર વિખેર કરી નાખ્યું છે કારણ કે માતાનું અવસાન થયું છે, પિતા જેલમાં છે. ત્યારે  મોટા પુત્રની સગાઇ બંધ રહી છે અને નાનો એવો 17 વર્ષનો પુત્ર કે જેને હજુ માતા અને પિતાની હૂંફની જરૂર હતી તે નોંધારો થઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news